For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુંછઃ આતંકીઓ સાથે અથડામણમાં JCO અને એક જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે એનકાઉન્ટર થયુ.

|
Google Oneindia Gujarati News

પુંછઃ જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે એનકાઉન્ટર થયુ. મીડિયા રિપોર્ટસ મુજબ ભટાધોરિયાન વિસ્તારમાં ગુરુવારે રાતે સેનાની આતંકીઓ સાથે શરુ થયેલી અથડામણમાં એક જેસીઓ અને એક જવાન શહીદ થઈ ગયા છે. જો કે સેનાના અધિકારીના મોતની અધિકૃત પુષ્ટિ થઈ નથી. વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો.

JK

ડિફેન્સ પીઆરઓએ જણાવ્યુ કે ગુરુવારે સેનાનો આતંકીઓ સાથે મુકાબલો થયો. આતંકીઓએ સાંજે ફાયરિંગ શરુ કરી દીધુ ત્યારબાદ આ તરફથી પણ જવાબ આપવામાં આવ્યો. બંને તરફથી ઘણી વાર સુધી ફાયરિંગ થયુ. ત્યારબાદ ફાયરિંગ બંધ કરી દેવામાં આવ્યુ પરંતુ રાતે ફરીથી ફાયરિંગ થયુ જેમાં જેસીઓ અને જવાન ઘાયલ થઈ ગયા. આ સાથે જ રાજૌરી-પુંછમાં ગાડીઓની અવરજવરને પણ રોકી દેવામાં આવી છે.

આ અથડામણ આતંકીઓના એ સમૂહો સાથે થઈ રહી છે જેમના હુમલામાં 10 ઓક્ટોબર મોડી રાતે સેનાના એક જેસીઓ સહિત 5 જવાન શહીદ થઈ ગયા હતા. સેના ચાર દિવસથી આ આતંકીઓનો પીછો કરી રહી છે. આતંકી ઉંચી પહાડીઓ અને જંગલોનો ફાયદો ઉઠાવીને સેનાને સતત હંફાવી રહ્યુ હતુ પરંતુ આજે સેનાનો સામનો આતંકીઓ સાથે થઈ ગયો. આખા વિસ્તારને ઘેરી રાખવામાં આવ્યો. જણાવવામાં આવ્યુ છે કે ત્રણ આતંકી છૂપાયા છે.

કેન્દ્રશાસિત પ્રદેશમાં છેલ્લા અમુક સમયથી આતંકી ઘટનાઓ ઘણી વધી ગઈ છે ત્યારબાદ સેના આતંકીઓ સામે ઑપરેશન ચલાવી રહી છે. આતંકીઓ સાથે બદલો લઈને માત્ર 24 કલાકની અંદર સુરક્ષાબળોએ છ આતંકીઓને ઠાર મારી દીધા. આમાંથી અમુક આતંકી સામાન્ય નાગરિકોને નિશાન બનાવનારામાં પણ શામેલ હતા. અનંતનાગમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો હતો જ્યારે બાંદીપોરામાં પણ એક આતંકીને ઠાર મારવામાં આવ્યો. વળી, શોપિયામાં કુલ ચાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા.

પોલિસે મંગળવારે જણાવ્યુ કે પુંછ જિલ્લામાં સુરક્ષા બળો પર હુમલામાં શામેલ આતંકવાદી બેથી ત્રણ મહિનાથી વિસ્તારમાં હતા. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકી ઘટના વધી ગઈ છે. સુરક્ષાબળોએ પણ માત્ર બે સપ્તાહમાં 10 આતંકવાદીઓ ઠાર માર્યા છે. બુધવારે સુરક્ષાબળોએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના હાઈ કમાન્ડર શમ સોફીને પુલવામાના ત્રાલમાં ઠાર મારવામાં આવ્યો હતો.

English summary
Jammu and Kashmir: Encounter with militants in Poonchh, Indian Army JCO soldier
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X