Mata Vaishno Devi: નવા વર્ષે માતા વૈષ્ણો દેવી મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ માતા વૈષ્ણો દેવીના મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે.
Mata Vaishno Devi: નવા વર્ષની પૂર્વ સંધ્યાએ માતા વૈષ્ણો દેવીના મંદિરમાં હજારોની સંખ્યામાં ભીડ ઉમટી રહી છે. શનિવારે 31 ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં લોકો કટરાની ત્રિકોટા પહાડી પર પહોંચી રહ્યા છે. ભારે ભીડને જોતા શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ, રિયાસી જિલ્લા પ્રશાસન અને પોલીસે યાત્રા માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. તમને જણાવી દઈએ કે યાત્રા ટ્રેક અને ભવન પર 500 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

દરેક યાત્રાળુને રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન કાર્ડ (RFID) આપવામાં આવી રહ્યુ છે. આરએફઆઈડી કાર્ડ વિના કોઈ પણ ભક્તને મુસાફરી કરવાની મંજૂરી નથી. માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવતા ભક્તો માતાના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરવા માંગે છે. બાળકો સહિત દેશના વિવિધ પ્રદેશોમાંથી આવતા ભક્તો 'જય માતા દી' ના નારા લગાવતા જોવા મળે છે.
માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચેલા ઉત્તર પ્રદેશના બુલંદશહરના રહેવાસી મનીષ કુમારે કહ્યુ, 'મને અહીં ખૂબ સારુ લાગે છે. હું દર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અહીં આવુ છુ. હું 5-6 વર્ષથી અહીં માતા દેવીના દર્શન કરવા આવુ છુ. મને સારુ લાગી રહ્યુ છે.' આ દરમિયાન અન્ય એક ભક્ત પૂનમ શર્માએ કહ્યુ, 'હું ઈચ્છુ છુ કે માતા રાની દરેક પર તેમના આશીર્વાદ વરસાવે. બધા ખુશ રહે. નવુ વર્ષ સારુ વીતે અને બધા માટે ખુશીઓ લઈને આવે.'
પંજાબથી પરિવાર સાથે આવેલી શ્રદ્ધાલુ રંજને દરેકને ખુશીની શુભેચ્છા પાઠવી અને કહ્યુ કે, હું ખૂબ જ આનંદ અનુભવુ છુ. ભગવાન દરેક પર તેમના આશીર્વાદ વરસાવે, એ જ મારી ઈચ્છા છે. હું મારા પરિવાર સાથે અહીં માતા દેવીના ચરણોમાં નમન કરવા માટે ભાગ્યશાળી માનુ છુ. હું આ પૂર્વસંધ્યાએ દરેકને ખુશીની કામના કરુ છુ.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 1 જાન્યુઆરી, 2022ના રોજ માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 12 શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે 16 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાઈન બોર્ડ ટેક્નોલૉજીનો ઉપયોગ કરી રહ્યુ છે. RFID કાર્ડ અધિકારીઓને વધુ સારી ભીડ વ્યવસ્થાપનમાં મદદ કરે છે. આ ઉપરાંત કોવિડ-19ની સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને શ્રાઈન બોર્ડે ભક્તોને કોવિડ પ્રોટોકોલનુ પાલન કરવાની સલાહ આપી છે.












Click it and Unblock the Notifications
