For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

J&K: PM કેર્સ વેંટિલેટર્સ ટ્રાયલ રનમાં જ થયાં ફેઈલ

J&K: PM કેર્સ વેંટિલેટર્સ ટ્રાયલ રનમાં જ થયાં ફેઈલ

|
Google Oneindia Gujarati News

જમ્મુ અને કાશ્મીરમાં પીએમ કેર્સ ફંડ અંતર્ગત 10થી વધુ વેંટિલેટર્સ ટ્રાયલ રન દરમિયાન ખરાબ અને "ક્રિટિકલ કેર માટે અનુપયોગી" જણાયાં છે. શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજને આ વેંટિલેટર્સની સપ્લાઈ કરી આપવામાં આવી હતી. વિવિધ 3 કંપનીઓ દ્વારા આ વેંટિલેટર્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ડૉક્ટર્સ મુજબ દરેક મશીન પર ટ્રાયલ રન નથી કરાતો. પ્રત્યેક કંપની માટે ગુણવત્તાની તપાસ માટે અમુક મશીનો પર પરીક્ષણ કરવામાં આવે છે. સરકારે કહ્યું કે કોણ જવાબદાર છે તે જાણવા માટે તપાસના આદેશ અપાશે.

ventilator

માહિતીના અધિકાર અધિનિયમ અંતર્ગત પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં મેડિકલ કોલેજને કોરોના મહામારીની બીજી લહેર સામે લડવા માટે પીએમ કેર ફંડમાંથી વેંટિલેટર પ્રાપ્ત થયાં હોવાનું માલુમ પડ્યું હતું. આરટીઆઈના જવાબમાં હોસ્પિટલના એનેસ્થેસિયોલોજી અને ક્રિટિકલ કેર મેડિસિન વિભાગે મશીનોને ક્રિટિકલ કેર મેનેજમેન્ટના ઉપયોગ માટે બિનઉપયોગી બનાવે છે તેવી ટેક્નિકલ સમસ્યાઓ જણાવી.

37 ભારત વેંટિલેટરમાં કંપ્રેસરની સમસ્યા હતી અને અચાનક બંધ થઈ જતાં હતાં. જે બાદ આ મશીન્સ પાછા મોકલાવી દેવામાં આવ્યાં હતાં. ત્રણ Agva વેંટિલેટર્સ અન્ય સમસ્યાઓને કારણે કામ નહોતાં કરી રહ્યાં. ડિસ્પ્લે સરખી રીતે કામ ન કરવી અને ટાઈડલ વૉલ્યૂમ જેવી સમસ્યાઓ જોવા મળી છે.

રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન હોસ્પિટલમાં જે 125 વેંટિલેટર્સનું પરીક્ષણ કરવામાં આવ્યું, તેમાંથી બેમાં ટાઈડલ વોલ્યૂમ અને ઓક્સીજનના પ્રવાહની સમસ્યા જોવા મળી. વેંટિલેટર આપોઆપ બંધ થઈ જતું હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું, જે દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે તેમ હતું.

સરકારે કહ્યું કે તપાસના આદેશ આપી દેવાશે. એડિશનલ મુખ્ય સચિવ સ્વાસ્થ્ય વિવેક ભારદ્વાજે એનડીટીવીને જણાવ્યું, "અત્યારે માત્ર એટલું કહી શકું કે અમે આ મામલાની તપાસ કરશું. ખરાબ વેંટિલેટર્સ કેમ સપ્લાઈ કરવામાં આવ્યાં તેની તપાસ માટે આદેશ આપી દેવામાં આવશે."

English summary
Jammu and Kashmir: PM Cares ventilators failed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X