Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત સરકારની મોટી જાહેરાત: હવે દીકરીઓને સર્વાઈકલ કેન્સરની રસી મફત અપાશે, જાણો સંપૂર્ણ માહિતી

Cervical Cancer Vaccine: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે શનિવારે રાજસ્થાનના અજમેરથી રાષ્ટ્રવ્યાપી એચપીવી (HPV) રસીકરણ અભિયાનનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી એચપીવી રસીકરણ મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Cervical Cancer Vaccine

આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત 2007થી પોલિયોમુક્ત બન્યું છે અને હવે રસીકરણની પ્રક્રિયા વધુ સરળ અને પ્રભાવશાળી બની છે. અગાઉ જે રોગો માટે વિદેશથી રસી મંગાવવી પડતી હતી, આજે ભારત સ્વદેશી રસી બનાવીને વિશ્વને મદદ કરવાની ક્ષમતા કેળવી ચૂક્યું છે, જે આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે.

પાનસેરિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકારની પ્રાથમિકતા છે કે છેવાડાના વ્યક્તિનું પણ દવા કે પૈસાના અભાવે મૃત્યુ ન થાય. આ માટે આયુષ્માન કાર્ડની સારવાર ખર્ચની મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. તેમણે અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ અને અફવાઓથી દૂર રહેવાનો અનુરોધ કરતા કહ્યું કે, આ એચપીવી રસી વૈજ્ઞાનિક પદ્ધતિથી અને તબીબોની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવી છે. આજે જ્યારે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને કારણે કેન્સર જેવા રોગો વધી રહ્યા છે, ત્યારે તેમણે 'પહેલું સુખ તે જાતે નર્યા'ના સૂત્રને સાર્થક કરવા અને આપણી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ રસીકરણ અભિયાનમાં ભાગ લેવા વિનંતી કરી હતી.

ગુજરાત સરકાર દ્વારા વ્યાપક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે બાળકોના રસીકરણ પાછળ 240 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવે છે અને હવે આ કડીમાં એચપીવી રસીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બજારમાં આ વેક્સિનના એક ડોઝની કિંમત અંદાજે 3000 રૂપિયા છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા 150 કરોડ રૂપિયાની ફાળવણી કરીને આ રસી સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

આ મહત્વાકાંક્ષી અભિયાન અંતર્ગત ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઈકલ કેન્સર)ની અટકાયત માટે રાજ્યની 14 વર્ષ પૂર્ણ કરી ચૂકેલી અને 15 વર્ષથી ઓછી વયની અંદાજિત 5.50 લાખ કિશોરીઓને રસીકરણથી સુરક્ષિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભારતમાં મહિલાઓમાં થતા કુલ કેન્સરમાં સર્વાઈકલ કેન્સર બીજા સ્થાને છે, જેમાં મુખ્યત્વે એચપીવી-16 અને એચપીવી-18 પ્રકારના વાયરસ જવાબદાર છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યંત પ્રભાવશાળી અને સુરક્ષિત 'ક્વાડ્રીવેલેન્ટ એચપીવી વેક્સિન' હવે ગુજરાતની કિશોરીઓને આપવામાં આવશે.

આ અભિયાનના સુચારુ સંચાલન માટે 2297 તાલીમબદ્ધ રસીકરણ ટીમો અને એટલા જ કોલ્ડ ચેઈન પોઈન્ટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે. રસીની ગુણવત્તા જાળવી રાખવા માટે +2 ડિગ્રી સેલ્સિયસ થી +8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સ્ટોરેજની સુવિધા સાથે TeCHO+ અને SAFE-VAC પોર્ટલ પર રિયલ-ટાઇમ ટ્રેકિંગ કરવામાં આવશે.

સરકાર દ્વારા 'સર્વાઈકલ કેન્સરથી બેટીને બચાવો, સમયસર એચપીવી રસી મુકાવો' ના મંત્ર સાથે તમામ વાલીઓને ભાવપૂર્ણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની 14 વર્ષની દીકરીઓને આ રસી મુકાવીને તેમના કેન્સર મુક્ત ભવિષ્યની ગેરંટી સુનિશ્ચિત કરે.

આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, આરોગ્ય વિભાગના અપર મુખ્ય સચિવ રાજીવ ટોપ્નો, મુખ્યમંત્રીના અપર મુખ્ય સચિવ ડૉ. વિક્રાંત પાંડે, આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણ, મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણી, મનપાના શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, આરોગ્ય વિભાગ તથા સોલા સિવિલ હોસ્પિટલના અધિકારીઓ-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં 14 વર્ષ પૂર્ણ કરનાર દીકરીઓ ઉપસ્થિત રહી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X