PM Modi in Puducherry: PM મોદીએ પુડુચેરીને આપી 2700 કરોડ રૂપિયાની ભેટ, જાણો વધુ વિગત
PM Modi in Puducherry: PM નરેન્દ્ર મોદી આજે એટલે કે રવિવારે પુડુચેરીના પ્રવાસે રહ્યા. તેમણે કેન્દ્રશાસિત પ્રદેશની તસવીર બદલવા માટે ₹2,700 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. PM મોદીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી સેવાઓ, ઔદ્યોગિક વિકાસ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓને મજબૂત કરવાના સંકલ્પ સાથે પુડુચેરીને 'BEST' બનાવવાનો રોડમેપ રજૂ કર્યો હતો.

પુડુચેરીના ગૃહમંત્રી એ. નમસ્વિયમે પીએમના પ્રવાસ અંગે ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે, "PM નરેન્દ્ર મોદીએ 'સર્વશ્રેષ્ઠ પુડુચેરી' (Best Puducherry) નું વચન આપ્યું હતું અને અહીંની NDA સરકારે તે વચન પૂરું કર્યું છે. અમે 2026ની ચૂંટણી પછી પણ સત્તામાં રહીશું."
PM મોદીએ પોતાના સંબોધનમાં શું કહ્યું?
જનતાને સંબોધતા PMએ કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓ પર ભાર મૂક્યો હતો. PM મોદીએ જણાવ્યું કે, "આ વર્ષના બજેટમાં અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે રેકોર્ડ 12 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેનો લાભ પુડુચેરીના લોકોને પણ મળશે. અમે પુડુચેરીને 'રાજ્યોને મૂડી રોકાણ માટે વિશેષ સહાય' યોજના હેઠળ સામેલ કર્યું છે, જે અગાઉ માત્ર રાજ્યો માટે જ ઉપલબ્ધ હતી. વધુ ફંડિંગનો અર્થ છે વધુ સારા રસ્તાઓ, પાણી પુરવઠો, દરિયાકાંઠાનું માળખું, શાળાઓ અને હોસ્પિટલો."
પુડુચેરીની પ્રગતિ પર શું બોલ્યા PM મોદી?
પ્રદેશની પ્રશંસા કરતા PMએ કહ્યું કે, "પુડુચેરીએ માથાદીઠ આવકમાં પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવી છે. તેણે દેશમાં સર્વોચ્ચ સામાજિક પ્રગતિ સૂચકાંક (Social Progress Index) સ્કોર પણ હાંસલ કર્યો છે. હવે, ડબલ એન્જિનવાળી NDA સરકાર પુડુચેરીના વિકાસને વધુ વેગ આપશે."
યુવાનો અને રોજગાર પર સરકારી નિમણૂકોનો ઉલ્લેખ કરતા PM કહ્યું, "મને જણાવવામાં આવ્યું છે કે પુડુચેરી સરકારના વિવિધ વિભાગોમાં હજારો ખાલી જગ્યાઓ ભરવામાં આવી છે. આમાંના ઘણા પદો માટે દાયકાઓથી ભરતી પરીક્ષાઓ યોજાઈ નહોતી. પરંતુ ડબલ એન્જિન સરકારે તે કરી બતાવ્યું. હું તે તમામ યુવાનોને અભિનંદન આપું છું જેઓ લોકોની સેવા માટે જોડાયા છે."
PM મોદીએ પુડુચેરીની પવિત્ર ધરતીને નમન કરતા કહ્યું, "સુબ્રમણ્યમ ભારતીએ રાષ્ટ્રવાદની જ્યોત પ્રજ્વલિત કરી, જ્યારે શ્રી અરબિંદો અને 'ધ મધર' એ વિશ્વને એક નવો આધ્યાત્મિક દૃષ્ટિકોણ આપ્યો. પુડુચેરીએ સુશાસન અને વિકાસ જોયો છે કારણ કે કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશે એક જ વિઝન સાથે કામ કર્યું છે."












Click it and Unblock the Notifications
