જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાબળોએ શોપિયાં અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર માર્યા
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના શોપિયાંના મુનિહાલ વિસ્તારમાં સુરક્ષાબળો સાથે અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે. આ વાતની જાણકારી સોમવારે સવારે કાશ્મીર જોન પોલીસ અને ભારતીય સેનાએ આપી. કાશ્મીર ઝોન પોલીસ મુજબ અથડામણ શોપિયાંના મનિહાલ ગામમાં થઈ રહી છે. ભારતીય સેનાના ચિનાર કોરે અપડેટ આપતા કહ્યું કે અત્યાર સુધી શોપિયાંમાં સુરક્ષાબળો સાથે અથડામણમાં કુલ ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જોઈન્ટ સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે.
અગાઉ કાશ્મીર આઈજી વિજય કુમારે મામલા પર જાણકારી આપતા કહ્યું, "શોપિયાંમાં સુરક્ષાબળો સાથે અથડામણમાં ઠાર મરાયેલ બંને આતંકવાદીઓ લશ્કર એ તૈયબના હતા. હાલ અથડામણ સ્થળ પર સર્ચ ઓપરેશન ચાલુ છે. અથડામણ સ્થળ પર અન્ય બે આતંકવાદીઓ છૂપાયા હોવાથી તેમને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે." પોલીસે પહેલાં જાણકારી આપી હતી કે મૃત બે આતંકવાદીઓની ઓળખ નથી થઈ શકી.
બાંકુરામાં બોલ્યા પીએમ નરેન્દ્ર મોદી- 2 મઈ, દીદી ગઈ