For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરઃ ઈદના દિવસે પુલવામામાં આતંકીઓની બર્બરતા, મહિલાને મારી ગોળી

આજે જ્યાં સમગ્ર ભારત ઈદનો તહેવાર મનાવી રહ્યો છે ત્યાં કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે આતંકીઓએ એક મહિલાની ગોળી મારીને હત્યા કરી દીધી.

|
Google Oneindia Gujarati News

આજે જ્યાં સમગ્ર ભારત ઈદનો તહેવાર મનાવી રહ્યો છે ત્યાં બીજી તરફ ઘાટીમાં નફરતની આગ સળગી રહી છે. કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે આતંકીઓએ એક મહિલાની ગોળી મારીને હત્યા કરી દીધી. આ ગોળીબારમાં એક યુવક પણ ઘાયલ થયો છે. હાલમાં તેને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર છે. ઘટના બાદ સુરક્ષાબળોએ સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ છે.

pulwama

સૂત્રો મુજબ આતંકી જે ઘરમાં ઘૂસ્યા ત્યાં લોકો ઈદ મનાવી રહ્યા હતા. એ પહેલા કે તે કંઈક કરી શકે આતંકીઓએ ગોળીબાર કરી દીધો. મૃતક મહિલાનું નામ નગીના જાં બતાવવામાં આવ્યુ છે. મહિલાનું તો સ્થળ પર જ મોત થઈ ગયુ જ્યારે એક અન્ય નાગરિક મોહમ્મદ સુલતાન ગંભીર રીતે ઘાયલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ નગીનાના પતિ મોહમ્મદ યૂસુલ લોનને પણ 19મે, 2017ના રોજ આતંકીઓને મારી દીધો હતો.

ભારતીય સૈનિકોનું ઑપરેશન ઑલઆઉટ

કાશ્મીર ઘાટીમાં ભારતીય સૈનિકોનું ઑપરેશન ઑલઆઉટ ઉગ્ર બની ગયુ છે. તમને જણાવી દઈએ કે માત્ર 5 મહિનામાં 101 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. સતત ઘાટીમાં છૂપાયેલા આતંકીઓ સામે એનકાઉન્ટર ચાલુ છે. આ દરમિયાન સૈનિકોને ઑપરેશન ઑલઆઉટ હેઠલ શંકાસ્પદ વિસ્તારોમાં સેનાનું એનકાઉન્ટર અને ધરપકડ ચાલુ છે.

મહેબુબા મુફ્તીનું પાકિસ્તાન વિશે મોટુ નિવેદન

પીડીપી અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કાશ્મીર સમસ્યા વિશે હવે નવા ગૃહમંત્રી અમિત શાહ સામે સીધો મોરચો ખોલી દીધો છે. તેમણે પાકિસ્તાનને કાશ્મીર સમસ્યાનો એક સ્ટેક હોલ્ડર ગણાવીને એ સ્પષ્ટ કહ્યુ છે કે તેને સાથે લીધા વિના સમસ્યાનું સમાધાન ન થઈ શકે.

આ પણ વાંચોઃ વર્ષના અંત સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થશેઃ ચૂંટણી પંચઆ પણ વાંચોઃ વર્ષના અંત સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થશેઃ ચૂંટણી પંચ

English summary
Jammu and Kashmir: terrorists fired at a woman while leaving a youth injured, today in Kakapora, Pulwama district
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X