60 દિવસોના પ્રતિબંધ બાદ આજથી પર્યટકો માટે ખુલ્યુ કાશ્મીર, બધા પ્રતિબંધો હટશે
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ અહીં પર્યટકોના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. 60 દિવસો બાદ આજથી આ પ્રતિબંધ ખતમ કરી દેવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ અહીં પર્યટકોના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. 60 દિવસો બાદ આજથી આ પ્રતિબંધ ખતમ કરી દેવામાં આવ્યો છે. 10 ઓક્ટોબરથી કાશ્મીરમાં પર્યટકોના આવવા પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે નિર્દેશ આપ્યા છે કે ગૃહ મંત્રાલયની એડવાઈઝરીને 10 ઓક્ટોબરથી પાછી લેવામાં આવશે.

રાજ્યપાલ દ્વારા જારી કરાયેલ એડવાઈઝરી મુજબ પર્યટકોને જમ્મુ કાશ્મીર આવવા પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કલમ 370 હટાવાયા પહેલા રાજ્યપાલે રાજ્ય પ્રશાસનને કાશ્મીર આવતા સહેલાણીઓ માટે જારી ટ્રાવેલ એડવાઈઝરી રદ કરવાનો આદેશ આપ્યો હતો. હવે ઘાટીમાંથી આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.
જો કે ઘાટીમાં ઘણી જગ્યાએ હજુ પણ સંચાર અને ઈન્ટરનેટની વ્યવસ્થા ઠપ્પ છે. આના કારણે મોબાઈલ ફોન અને ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી. એવામાં પર્યટક કાશ્મીર આવવા માટે કેટલા આકર્ષિત હશે આ જોવાની વાતછે. વળી, જમ્મુ કાશ્મીરના હોટલ વેપારીઓએ ફોન સુવિધા વિના સહેલાણીઓને આમંત્રત્રણ આપવાના નિર્દેશો પર સવાલ ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટ 2019ના રોજ અનુચ્છેદ 370ના મોટાભાગની જોગવાઈઓને હટાવાયા બાદથી ઘાટીમાં સંચાર વ્યવસ્થા પાટા પર નથી આવી.












Click it and Unblock the Notifications
