Jammu-Kashmir: કૂપવાડાના માછલ સેક્ટરમાં મોટી દૂર્ઘટના, ખીણમાં ગાડી પડી જતા 3 જવાન શહીદ
રેગ્યુલર ઑપરેશનલ ટાસ્ક કરતી વખતે એક અકસ્માતમાં ત્રણ ભારતીય સેનાના જવાનોના મોત થયા હતા.
Jammu-Kashmir: જમ્મુ કાશ્મીરમાં કૂપવાડાના માછલ સેક્ટરમાં મોટી દૂર્ઘટના બની ગઈ છે. 11 જાન્યુઆરી, 2023ના રોજ રેગ્યુલર ઑપરેશનલ ટાસ્ક કરતી વખતે એક અકસ્માતમાં ત્રણ ભારતીય સેનાના જવાનોના મોત થયા હતા. સેનાના જણાવ્યા મુજબ એક વાહન જુનિયર કમિશન્ડ ઑફસરને લઈને જઈ રહ્યુ હતુ ત્યારે આ ઘટના બની. જેમાં એક જેસીઓ અને બે અન્ય રેન્કના અધિકારીઓ બર્ફીલા ટ્રેક પરથી લપસી જતા ઉંડી ખીણમાં પડી ગયા હતા. ત્રણેય જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના કૂપવાડાના ફૉરવર્ડ વિસ્તારમાં નિયમિત ઑપરેશન ટાસ્ક દરમિયાન બની હતી. ચિનાર કૉર્પે ટ્વીટ કરીને આ દૂર્ઘટનાની જાણકારી આપી છે.













Click it and Unblock the Notifications
