Jammu Kashmir: ચક ટપ્પર ક્રિરીમાં 3 આતંકી ઠાર, જુઓ ભયાનક દ્રશ્યો

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ અને સેના વચ્ચેની ભયાનક અથડામણ થઈ હતી. જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના ચક ટપ્પર ક્રિરીમાં થયેલા આ એન્કાઉન્ટરમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે.

આ ઓપરેશન અંગે રાષ્ટ્રીય રાઈફલ્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, અમારી ટીમે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ પછી અમે દરેક ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

રાષ્ટ્રીય રાઈફલ્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન જ આતંકીઓ આ ખાલી ઈમારતમાં જઈને છુપાઈ ગયા હતા.

આતંકવાદીઓએ ત્યાંથી અમારી ટીમ પર ગોળીબાર શરૂ કર્યો હતો. અમે પણ આતંકીઓના ગોળીબારનો જવાબ આપ્યો હતો, અને આ એન્કાઉન્ટરમાં અમારી ટીમે ત્રણેય આતંકીઓને ઠાર કર્યા છે.

Jammu Kashmir

સેના અધિકારીએ જણાવ્યું હતું કે, અમારું ઓપરેશન સવારે પણ ચાલુ રહ્યું. કેટલાક કલાકો સુધી ચાલેલા આ ઓપરેશનમાં અમારી ટીમે તમામ આતંકીઓને ઠાર કર્યા હતા. અમારી ટીમે આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં થોડા દિવસો પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરા જિલ્લામાં 1 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા ત્રણ આતંકવાદીઓને ઠાર કરવી સેના માટે મોટી ઉપલબ્ધિ છે.

જમ્મુ ડિવિઝનના પુંછ, રાજૌરી, ડોડા, કઠુઆ, રિયાસી અને ઉધમપુરના પહાડી જિલ્લાઓમાં બે મહિનાથી વધુ સમયથી સેના, સુરક્ષા દળો અને નાગરિકો પર આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે. આતંકવાદીઓ અચાનક હુમલો કરે છે, અને પછી પર્વતીય વિસ્તારોના જંગલોમાં ગાયબ થઈ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X