For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરઃ અવંતીપોરા એનકાઉન્ટરમાં 2 અને શોપિયામાં 3 આતંકી ઠાર મારાયા, જોઈન્ટ ઑપરેશન ચાલુ

જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં 2 અને શોપિયામાં 3 આતંકવાદી ઠાર મરાયા.

|
Google Oneindia Gujarati News

અવંતીપોરાઃ જમ્મુ કાશ્મીરના અવંતીપોરા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં શુક્રવારે(9 એપ્રિલ)ની સવારે એનકાઉન્ટર શરૂ થયુ. અવંતીપોરામાં ત્રાલના એનકાઉન્ટરમાં બે અજ્ઞાત આતંકવાદી ઠાર મરાયા છે. કાશ્મીર ઝોન પોલિસે આ અંગેની માહિતી આપી છે. પોલિસ અને સુરક્ષાબળો બંને મળીને ત્રાલ વિસ્તારમાં જોઈન્ટ ઑપરેશન ચલાવી રહ્યા છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં અથડામણમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા છે. જો કે માર્યા ગયેલા આતંકવાદીઓની હાલમાં ઓળખ થઈ શકી નથી. લેટેસ્ટ માહિતી મુજબ શોપિયામાં ત્રણ આતંકવાદી માર્યા ગયા બાદ 2 અન્ય આતંકી ફાયરિંગ કરી રહ્યા છે જેનો પોલિસ અને સુરક્ષાબળો જવાબ આપી રહ્યા છે.

kashmir

શોપિયામાં મસ્જિદની અંદરથી ફાયરિંગ કરી રહ્યા 2 આતંકી

શોપિયામાં એક સુરક્ષાકર્મી પણ ઘાયલ થઈ ગયો છે. શોપિયામાં બાબા મહોલ્લામાં આતંકવાદીઓની હાજરીની સૂચના મળી હતી. ત્યારબાદ સુરક્ષાબળોએ પોલિસ સાથે મળીને વિસ્તારનો ઘેરાવ કર્યો અને સર્ચ અભિયાન ચલાવ્યુ. કાશ્મીર પોલિસના જણાવ્યા મુજબ શોપિયામાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદી બાદ બે આતંકવાદી મસ્જિદની અંદરથી ફાયરિંગ કરી રહ્યા છે. જો કે આતંકીઓને સુરક્ષાબળ અને કાશ્મીર પોલિસ મળીને જવાબ આપી રહી છે.

શોપિયામાં માર્ચમાં થયા ઘણા એનકાઉન્ટર

શોપિયા જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓમાં માર્ચમાં સતત એનકાઉન્ટર થયા છે. 27 માર્ચે વનગામમાં થયેલા એનકાઉન્ટરમાં 2 આતંકી જવાનોને ઠાર માર્યા હતા. આ પહેલા 22 માર્ચે મનિહાલમાં 4 આતંકવાદીઓને જવાનોએ ઠાર માર્યા હતા.

અમેરિકાઃ ટેકસાસના પાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 1નુ મોત, 6 ઘાયલઅમેરિકાઃ ટેકસાસના પાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 1નુ મોત, 6 ઘાયલ

English summary
Jammu Kashmir: 3 terrorists killed in Shopian encounter and 2 terrorists killed in Awantipora Tral encounter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X