શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહ્યુ છે એનકાઉન્ટર, 3 આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે.
જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. માહિતી અનુસાર આ એનકાઉન્ટર શોપિયા જિલ્લીનના અમ્શીપોરા વિસ્તારમાં ચાલી રહ્યુ છે. સુરક્ષાકર્મીઓને આ અંગેની માહિતી મળી હતી કે વિસ્તારમાં અમુક આતંકી છૂપાયા છે ત્યારબાદ અહીં સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યુ અને વિસ્તારને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યો ત્યારબાદ સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર શરૂ થઈ ગયુ. જો કે હજુ સુધી એ અંગેની માહિતી મળી શકી નથી કે વિસ્તારમાં કેટલા આતંકી છૂપાયા છે. શ્રીનગરના ડિફેન્સ પલ્બિક રિલેશન્સ ઑફિસરે જણાવ્યુ કે એનકાઉન્ટરમાં સેનાના ત્રણ આતંકીઓને ઠાર કરી દીધા છે. હજુ પણ એનકાઉન્ટર ચાલુ છે.













Click it and Unblock the Notifications
