જમ્મુ કાશ્મીર: સેનાના અપહરણ કરેલા જવાનની હત્યા, પુલવામાં લાશ મળી
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ ઘ્વારા અપહરણ કરવામાં આવેલા જવાનની હત્યા કરી દેવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ ઘ્વારા અપહરણ કરવામાં આવેલા જવાનની હત્યા કરી દેવામાં આવી છે. પૂંછ જિલ્લાના આર્મી જવાનને ગુરુવારે આતંકીઓ ઘ્વારા કિડનેપ કરી લેવામાં આવ્યો હતો. આર્મી જવાન ઔરંગઝેબ પોતાના ઘરે ઈદની રજા ગાળવા માટે આવ્યો હતો ત્યારે આતંકીઓ ઘ્વારા તેનું અપહરણ કરી લેવામાં આવ્યું. હવે આતંકીઓ ઘ્વારા તે જવાનની હત્યા કરી દેવામાં આવી છે. સેના જવાન ઔરંગઝેબની લાશ પુલવામાં મળી આવી છે.

ધ્યાન આપવા જેવી બાબત છે કે આતંકી સમીર ટાઈગર વિરુદ્ધ સેના ઘ્વારા ચલાવવામાં આવેલા ઓપેરેશનમાં ઔરંગઝેબ મેજર શુક્લા સાથે હતો. ઔરંગઝેબ રાજોરી જિલ્લામાં રહેતો હતો અને ઈદ મનાવવામાં માટે પોતાના ઘરે જઈ રહ્યો હતો. જવાનના અપહરણ પછી પોલીસે જાંચ અને સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું. ત્યારપછી હવે તેની લાશ મળી આવી છે. મળતી માહિતી અનુસાર આ જવાન 44 રાષ્ટ્રીય રાઇફલ સાથે પોસ્ટેડ હતો અને તેની પોસ્ટિંગ શોપિયાંમાં હતી. અહીં આ જવાન એન્ટી ટેરર ઓપેરેશનમાં શામિલ હતો.
ગયા વર્ષે 10 મેં 2017 દરમિયાન 22 વર્ષના ઇન્ડિયન આર્મી ઓફિસર લેફ્ટેનન્ટ ઉમર ફૈયાઝનું 5 થી 6 આતંકીઓ ઘ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું. લેફ્ટેનન્ટ ઉમર ફૈયાઝનું શોપિયાંમાં તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે સવારે તેની લાશ હરમન વિસ્તારમાં મળી આવી હતી. તેમની લાશ પુરી રીતે ગોળીથી વીંધાયેલી હતી.












Click it and Unblock the Notifications
