જમ્મુ કાશ્મીરઃ રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને તોડ્યુ સીઝફાયર, 1 જવાન શહીદ

મ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કર્યુ છે.

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કર્યુ છે. આ દરમિયાન એક ભારતીય જવાન શહીદ થઈ ગયો. રિપોર્ટ મુજબ પાકિસ્તાને સીઝફાયરનુ ઉલ્લંઘન કરીને જોરદાર ગોળીબાર કર્યો. જેમાં સુરક્ષાબળનો એક જવાન શહીદ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન તરફથી રહેણાંક વિસ્તારને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. જો કે ભારતીય જવાનોએ પાકિસ્તાની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો. વિસ્તારને એલર્ટ રાખવામાં આવ્યો છે. સુરક્ષાબળોએ ઘેરાબંધી કરી દીધી છે.

indian army

પાકિસ્તાન તરફથી આ મહિનામાં ત્રણથી ચાર વાર સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. 13 નવેમ્બરે પાકિસ્તાન તરપથી સીઝફાયરનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતુ જેમાં ભારતના 5 જવાન અને 6 સામાન્ય નાગરિકના મોત થયા હતા. જે બાદ ભારતે પણ વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના 11 સૈનિકોને ઠાર માર્યા હતા. એટલુ જ નહિ ભારતીય સેનાએ એક વીડિયો પણ જારી કર્યો હતો જેમાં તેમણે બતાવ્યુ હતુ કે કેવી રીતે તેમણે પાકિસ્તાની સેનાના બંકર અને ટેન્ટને ઉખાડી દીધા છે.

વળી, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર 19 નવેમ્બરે સવારે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણમાં ભારતીય સેનાના ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ ચારે આતંકી નગરોટામાં રાજામાર્ગ પર સ્થિત બાન ટોલ પ્લાઝા પાસે એક ટ્રકમાં છૂપાયા મળ્યા હતા. સુરક્ષાબળોને ખુફિયા માહિતી મળી હતી કે હાઈવે થઈને આતંકી ઘાટી તરફ આવી રહ્યા હતા. ચેક પોસ્ટ સુરક્ષાબળો દ્વારા નાકાબંધી જોયા બાદ આતંકીઓએ ગોળીઓ ચલાવવી શરૂ કરી દીધી. ત્યારબાદ વળતી કાર્યવાહીમાં 4 આતંકવાદી ભારતીય સેનાએ ઠાર માર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X