Jammu Kashmir Election 2024 : સરકાર બનતા જ કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવીશું-રાહુલ ગાંધી
Jammu Kashmir Assmbly Election 2024 : જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના દરજ્જાને લઈને સતત નિવેદનો થઈ રહ્યાં છે. હવે રાહુલ ગાંધીએ કાશ્મીરીઓને સરકાર બનતા જ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરી છે.
રાહુલ ગાંધી જમ્મુ પહોંચ્યા અને એક ચૂંટણી રેલી સંબોધી. અહીં તેમણે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ, ટેક્સ અને જીએસટી જેવા મુદ્દાઓ પર આકરા પ્રહાર કર્યા.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતના ઈતિહાસમાં ઘણા કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્ય બનાવવામાં આવ્યા પરંતુ પહેલીવાર કોઈ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યુ છે, આવું જમ્મુ-કાશ્મીર સાથે થયું છે.
તેમણે કહ્યું કે, આવું કરવું જમ્મુ અને કાશ્મીરના લોકો સાથે અન્યાય છે તમારા લોકતાંત્રિક અધિકારો તમારી પાસેથી છીનવી લેવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, અમે વિચાર્યું કે ચૂંટણી પહેલા તમને તમારા રાજ્યનો દરજ્જો પાછો મળશે. તે સાચો રસ્તો હતો, પરંતુ હવે અમે ઈચ્છીએ છીએ કે તમે તમારા લોકતાંત્રિક અધિકારો શક્ય તેટલી વહેલી તકે મેળવો.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતના ઈતિહાસમાં આવું પહેલાં ક્યારેય બન્યું નથી, આવું કોઈની સાથે ન થવું જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં અમારી સરકાર બનશે કે તરત જ અમે તમને રાજ્યનો દરજ્જો અપાવીશું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, જમ્મુ અહીંનું કેન્દ્રીય હબ છે, જે કાશ્મીરના વેપાર અને ઉત્પાદનને સમગ્ર દેશ સાથે જોડે છે, પરંતુ આ કેન્દ્રીય હબની ભૂમિકાને ખતમ કરીને ભાજપ સરકારે અહીંના MSME અને ઉદ્યોગ સાહસિકોની કમર તોડી છે. જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરના MSMEs તેમના પગ પર ઊભા નહીં થાય ત્યાં સુધી અહીં રોજગારી ઉત્પન્ન નહીં થાય.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે દેશની સરકાર અદાણી અને અંબાણી જેવા અબજોપતિઓ માટે ચાલે છે. GST એક એવું શસ્ત્ર છે જેના વડે જમ્મુ-કાશ્મીરના નાના અને મધ્યમ ઉદ્યોગો પર હુમલો કરવામાં આવ્યો. સત્ય એ છે કે નોટબંધી અને ખોટા GSTને કારણે ભારતમાં લાખો વ્યવસાયો ખતમ થઈ ગયા.












Click it and Unblock the Notifications
