For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં એનકાઉન્ટર, સેનાએ એક આતંકીને કર્યો ઠાર

જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં આતંકીઓ સાથે સેનાની અથડામણ ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં આતંકીઓ સાથે સેનાની અથડામણ ચાલી રહી છે. માહિતી મુજબ સુરક્ષાકર્મીઓને વિસ્તારમાં અમુક આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરૂ કર્યુ. સર્ચ ઑપરેશન દરમિયાન આતંકીઓ તરફથી ફાયરિંગ બાદ અથડામણ શરૂ થઈ ગઈ છે. આ અથડામણમાં એક આતંકી ઠાર માર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. એનકાઉન્ટર હજુ પણ ચાલુ છે. વિસ્તારમાં કેટલા આતંકી છૂપાયા છે એ હજુ પણ સ્પષ્ટ નથી થઈ શક્યુ.

encounter

તમને જણાવી દઈએ કે બે સપ્તાહથી થન્નામંડીના જંગલોમાં હાજર ત્રણ આતંકવાદીઓના ગ્રુપનુ રવિવારે સવારે સેના અને પોલિસનો સામનો થયો ત્યારે અથડામણમાં એક આતંકવાદીને ઠાર માર્યો હતો. સૂત્રો મુજબ 6 ઓગસ્ટે થન્નામંડીના પંગાઈ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, એ દરમિયાન પાંચ આતંકવાદીઓનુ ગ્રુપ હતુ જેમાંથી બેને એ દિવસે જ ઠાર મરાયા હતા પરંતુ ત્રણ આતંકવાદી ભાગી ગયા હતા. સૂત્રોએ જણાવ્યુ કે એવુ માનવામાં આવી રહ્યુ છે કે એ જ ત્રણ આતંકવાદીઓનુ ગ્રુપ છેલ્લા બે સપ્તાહથી થન્નામંડીના જંગલોમાં ફરતુ થન્નામંડી મુગલ રોડ સ્થિત ઐતિહાસિક પર્યટક સ્થળ ડેરા કી ગલી પાસેના જંગલોમાં પહોંચ્યુ.

આ જંગલોમાં આતંકવાદીઓ હોવાની સૂચના મળતા જ સેના, પોલિસ અને સીઆરપીએફે સંયુક્ત સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ. આ દરમિયાન સતત ઘાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ હુમલો કરી દીધો જેમાં સેનાનો એક જેસીઓ શહીદ થઈ ગયો જ્યારે એક જવાન ઘાયલ થઈ ગયો. વળતી કાર્યવાહીમાં સુરક્ષા બળોએ એક આતંકીને ઠાર માર્યો. વધુ બે આતંકવાદીઓના વિસ્તારમાં હોવાની સંભાવના છે. એક આતંકવાદીને ઠાર માર્યા બાદ ત્યાં ફાયરિંગ તો ન થયુ પરંતુ સુરક્ષાબળોનુ કૉર્ડન અને સર્ચ ઑપરેશન સંયુક્ત રૂપે ચાલુ હતુ.

English summary
Jammu-Kashmir: Encounter in Awantipora Pampore one terrorist neutralised
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X