સોપોરમાં આતંકવાદીઓને સેનાએ ઘેરી, ચાલુ છે એનકાઉન્ટર
નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાકર્મીઓનુ અભિયાન સતત ચાલુ છે. આજે ફરીથી એક વાર સોપોરમાં આતંકવાદીઓ સાથે સુરક્ષાકર્મીઓનુ એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. આ એનકાઉન્ટર બારામૂલ જિલ્લાના સોપોરમાં વિસ્તારમાં ચાલી રહ્યુ છે. આ ઑપરેશનમાં પોલિસ અને સેનાના જવાન શામેલ છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે વિસ્તારમાં કેટલા આતંકવાદીઓ છૂપાયા છે પરંતુ સેનાએ વિસ્તારને ચારે તરફથી ઘેરી લીધો છે.
આ ઉપરાંત શ્રીગરમાં સોમવારની સાંજે સીઆરપીએફના બંકર પર આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાન ઘાયલ થઈ ગયો હતો. આ પહેલા સોમવારે જ પોલિસે બે આતંકવાદીઓને એનકાઉન્ટરમાં ઠાર માર્યા છે. પોલિસને માહિતી મળી હતી કે શ્રીનગરમાં અમુક આતંકવાદીઓ છૂપાયા છે ત્યારબાદ સર્ચ ઑપરેશન ચલાવવામાં આવ્યુ અને આ બંને આતંકવાદીઓને ઠાર મરાયા છે.
કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે અમને શ્રીનગરના મધ્ય કાશ્મીરમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી ત્યારબાદ પોલિસના 10 જવાન ત્યાં પહોંચ્યા અને પોલિસે આતંકવાદીઓને ચેતવણી આપી. પરંતુ જ્યારે આ લોકોએ ફાયરિંગ કરી દીધુ તો પોલિસે પણ જવાબી કાર્યવાહીમાં ગોળી ચલાવી અને એનકાઉન્ટર શરૂ થઈ ગયુ. આ દરમિયાન બે આતંકવાદી ઠાર મરાયા. બંને આતંકવાદી ટીઆરએફના છે. જેની ઓળખ અબ્બાસ શેખ, શાકિબ મંજૂર તરીકે થઈ છે. આ લોકોના નામ જમ્મુ કાશ્મીર પોલિસના મોસ્ટ વૉન્ટેડ લિસ્ટમાં હતુ