જમ્મુ કાશ્મીરઃ અનંતનાગમાં અથડામણ શરૂ, લશ્કર એ તોઈબાના 3 આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઘેર્યા
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં મંગળવારે(11 મે) સવારે આતંકવાદીઓએ સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે.
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં મંગળવારે(11 મે) સવારે આતંકવાદીઓએ સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ અનંતનાગના કોકરનાગ વિસ્તારના વેલુમાં થઈ રહી છે. આઈજીપી કાશ્મીરે મામલાની માહિતી આપી છે. આઈજીપી કાશ્મીરે કહ્યુ છે કે લશ્કરના ત્રણ આતંકવાદીઓને સુરક્ષાબળોએ ચારે તરફથી ઘેરી લીધા છે. લશ્કરના ત્રણ આતંકવાદી અથડામણમાં ફસાયેલા છે. સુરક્ષાબળોને અનંતનાગના કોકેરનાગ વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવા અંગે ખુફિયા માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષાબળોએ વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવ્યુ. જેમાં ત્રણ આતંકવાદીઓને ઘેરવામાં સુરક્ષાબળ સફળ થયુ છે. વધુ માહિતી મેળવાઈ રહી છે.

આતંકવાદીઓના સફાયામાં લાગ્યા છે સુરક્ષાબળો
તમને જણાવી દઈએ કે કોરોના કાળમાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા બળ આતંકવાદીઓના સફાયામાં લાગ્યુ છે. રવિવારે(9 મે)ના રોજ એલઓસી પાસે પૂંછમાં સુરક્ષાબળોએ આતંકવાદીઓ પર મોટી કાર્યવાહી કરીને અહીંથી ભારે માત્રામાં હથિયારો જપ્ત કર્યા હતા. વળી, પૂંછમાં એક આતંકવાદી છાવણીમાંથી સુરક્ષાબળોએ 19 હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા હતા. હાલમાં જ સુરક્ષાબળોએ કાશ્મીરમાં એક મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ કર્યો છે. ગયા મહિને શોપિયામાં હિઝબુલ મુજાહિદ્દીનના 2 આતંકીઓને સુરક્ષાબળોએ ઠાર માર્યા હતા.












Click it and Unblock the Notifications
