For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપમાં શામેલ થયા સેનાના શહીદ જવાન ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફ

ઈન્ડિયન આર્મી ચીફના શહીદ જવાન, ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફ રવિવારે ભાજપની સરકારમાં શામેલ થઈ ગયા.

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન આર્મી ચીફના શહીદ જવાન, ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફ રવિવારે ભાજપની સરકારમાં શામેલ થઈ ગયા. સાંબામાં રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી હતી અને આ રેલીમાં મોહમ્મદ હનીફ પાર્ટીનો હિસ્સો બન્યા હતા. શહીદ ઔરંગઝેબની આતંકવાદીઓએ જૂન 2018માં એ સમયે બેદર્દીથી હત્યા કરી દીધી હતી જ્યારે તે ઈદની રજાઓ માટે ઘરે જઈ રહ્યા હતા. આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આ ઘટનાને અંજામ આપ્યો હતો.

પૂર્વ આર્મી ઓફિસર પણ બન્યા સેનાનો હિસ્સો

પૂર્વ આર્મી ઓફિસર પણ બન્યા સેનાનો હિસ્સો

ઔરંગઝેબ સેનામાં રાઈફલમેનના પદ પર હતા અને રાજૌરીના રહેવાસી હતા. તેમની સાથે પૂર્વ આર્મી ઓફિસર લેફ્ટનન્ટ જનરલ રાકેશ કુમાર શર્મા પણ ભાજપમાં શામેલ થયા છે. હનીફે લેફ્ટનન્ટ જનરલ શર્મા સાથે પીએમ મોદીને પોતાના શહીદ પુત્રનું એક પોટ્રેટ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોંપ્યુ. પીએમ મોદીએ પણ મોહમ્મદ હનીફનું પાર્ટીમાં સ્વાગત કર્યુ. ઔરંગઝેબ 44 રાષ્ટ્રીય રાઈફલ્સ સાથે હતા. ગયા વર્ષે 14 જૂને તે ઈદ મનાવવા પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પુલવામામાં આતંકવાદીઓએ તેમનું અપહરણ કરી લીધુ હતુ. ત્યારબાદ આગલા દિવસે ગોળીઓથી વિંધાયેલુ શબ પોલિસ અને સેનાને મળ્યુ હતુ. ઔરંગઝેબને ગયા વર્ષે 15 ઓગસ્ટે મરણોપરાંત શૌર્યચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

ગરીબો માટે બનેલી નીતિઓથી પ્રભાવિત

ગરીબો માટે બનેલી નીતિઓથી પ્રભાવિત

ભાજપમાં શામેલ થયા બાદ મોહમ્મદ હનીફે કહ્યુ, ‘ગરીબોના હિતમાં બનેલી ભાજપની નીતિઓને જોઈને આમાં શામેલ થવાનો નિર્ણય કર્યો.' તેમનુ કહેવુ હતુ કે આજે ગરીબો માટે જે રીતે ભાજપ વિચારે છે તે રીતે પહેલા કોઈ પણ સરકારે વિચાર્યુ નથી. ઔરંગઝેબના શહીદ થયા બાદ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ અને સેના પ્રમુખ જનરલ બિપિન રાવત તેમના ઘરે ગયા હતા. બંનેએ તેમના પરિવાર પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી હતી. આ પહેલા ભાજપના રવિન્દર રૈનાએ એ વાતની જાણકારી આપી હતી કે મોહમ્મદ હનીફ અને લેફ્ટનન્ટ જનરલ શર્મા પાર્ટીમાં શામેલ થવા ઈચ્છે છે. તેમણે કહ્યુ હતુ કે તેમના નિર્ણયનું પાર્ટીએ સ્વાગત કર્યુ છે.

સેનામાંથી રિટાયર છે મોહમ્મદ હનીફ

સેનામાંથી રિટાયર છે મોહમ્મદ હનીફ

ઔરંગઝેબનો પરિવાર ઘણા વર્ષોથી સેના સાથે જોડાયેલો છે. તેમના પિતા સેનામાંથી રિટાયર છે તો તેમના કાકાનું મોત આતંકીઓ સાથે લડતા વર્ષ 2004માં થયુ હતુ. તેમના ભાઈ પણ સેનામાં છે. ઔરંગઝેબે પૂરા સમ્માન સાથે શુક્રવારે અંતિમ સંસ્કાર કર્યા. ઔરંગઝેબના માથા અને ગળામાં ગોળી મારવામાં આવી હતી.

કોણ હતા ઔરંગઝેબ

કોણ હતા ઔરંગઝેબ

ઔરંગઝેબ સેનાની એ ટીમમાં શામેલ હતા જેમણે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી સમીર ટાઈગરને મારવામાં સફળતા મેળવી હતી. ઔરંગઝેબ પોતાની ફરજ પૂરી કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે હથિયારો સાથે આતંકીઓએ તેમનુ અપહરણ કરી લીધુ હતુ. તે એક બસમાં હતા જ્યારે તેમના ઘરે જઈ રહ્યા હતા અને તે સમયે તેમનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ. અપહરણ બાદ ઔરંગઝેબની માએ આતંકીઓને અપીલ કરી હતી કે તે તેમને છોડી દે કારણકે તેમનો પુત્ર તેમની સાથે ઈદ મનાવવા ઘરે આવી રહ્યો હતો. તે તેમની સાથે ઈદ મનાવવા ઈચ્છતા હતા.

આ પણ વાંચોઃ CBI કામ કરે તો રાજકીય બદલો અને ના કરે તો પીંજરાનો પોપટઃ ભાજપઆ પણ વાંચોઃ CBI કામ કરે તો રાજકીય બદલો અને ના કરે તો પીંજરાનો પોપટઃ ભાજપ

English summary
Father of martyred Army soldier Aurangzeb now is the part of BJP and he joined the party at PM Modi's Jammu and Kashmir's Samba rally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X