For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યપાલ સત્યપાલે કાશ્મીરના નેતાઓને કરી અપીલ, ‘સુરક્ષાના મુદ્દાઓને અલગ રાખો'

જમ્મુ કાશ્મીરમાં ઝડપથી બદલાતી સ્થિતિ વચ્ચે રાજ્યપાલ સત્યપાલ મલિકે એક મહત્વની અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં ઝડપથી બદલાતી સ્થિતિ વચ્ચે રાજ્યપાલ સત્યપાલ મલિકે એક મહત્વની અપીલ કરી છે. રાજ્યપાલ મલિકે ઘાટીના નેતાઓને કહ્યુ છે કે તે શાંત રહે અને સુરક્ષા વ્યવસ્થાના મુદ્દાઓને બાકીના મુદ્દાઓ સાથે ન મિલાવે. તમને જણાવી દઈએ કે ઘાટીમાં વધુ જવાનોની તૈનાતી વચ્ચે શુક્રવારે અમરનાથ યાત્રાને કેન્સલ કરી દેવામાં આવી હતી. સાથે જ બધા પર્યટકોને અપીલ કરવામાં આવી છે કે તે ઘાટી છોડીને જતા રહે. આ બધા વચ્ચે ઘાટીના નેતાઓ જેમાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા શામેલ છે તેમણે મુલાકાત કરી છે.

jammu kashmir

પર્યટકો અને યાત્રીઓની સુરક્ષા, રાજ્યની જવાબદારી

પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તી ઉપરાંત પીપલ્સ કૉન્ફરન્સના સજ્જાદ લોન અને ઈમરાન રઝા અનસારી સાથે જેએન્ડકે પીપલ્સ મુવમેન્ટ પાર્ટીના શાહ ફેઝલે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને કહ્યુ છે કે ઘાટીમાં તમામ અફવાઓને શાંત કરાવે. મુફ્તીએ બધા નેતાઓ સાથે મુલાકાત બાદ ટ્વીટ કરીને તેમનો આભાર માન્યો. આ મીટિંગ બાદ રાજ્યપાલ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યુ. રાજ્યપાલે કહ્યુ, 'સરકારે અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને જલ્દી પાછા જવા કહ્યુ છે. કંઈક ખતરનાક તત્વ જે આ વિસ્તારથી વાકેફ નથી અને આતંકી કે પછી આત્મઘાતી હુમલામાં મદદગાર સાબિત થઈ શકે છે.' નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ છે કે, 'એવામાં રાજ્યની જવાબદારી છે કે તે બધા નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખે. આ કારણે સાવધાની રાખીને જ યાત્રીઓ અને પર્યટકોને પાછા જવા માટે કહેવામાં આવ્યુ છે. આ માત્ર એ સુનિશ્ચિત કરવા માટે છે કે કોઈ પણ પ્રકારનો આતંકી હુમલો તેમના પર ન થઈ શકે.'

આ પણ વાંચોઃ Rain Alert: ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના આ 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટઆ પણ વાંચોઃ Rain Alert: ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના આ 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

English summary
Jammu Kashmir: Governor Satya Pal Malik hasurged leaders to keep calm and not to mix up securitymeasure with other things.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X