જમ્મુ કાશ્મીર: ઘૂસણખોરીની કોશિશ કરી રહેલો જેશનો આતંકી પકડાયો
જમ્મુ કાશ્મીરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા જેશ-એ-મોહમ્મદ આતંકવાદીની ધરપકડ કરી હતી
જમ્મુ કાશ્મીરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા જેશ-એ-મોહમ્મદ આતંકવાદીની ધરપકડ કરી હતી. સેનાએ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આતંકવાદીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. ઘૂસણખોરીના આતંકવાદીઓના પ્રયાસને ધ્યાનમાં રાખીને સેનાના જવાનોએ ફાયરિંગ કરી હતી, ત્યારબાદ એક આતંકવાદી પકડાયો હતો, પરંતુ બાકીના આતંકીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) તરફ ભાગ્યા હતા.

શનિવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે, એલઓસીના નૌગાંવ સેક્ટર વિસ્તારમાં 4-5 આતંકવાદીઓ ભારતીય સરહદમાં દાખલ થવાની કોશિશ કરી રહ્યા હતા. સુરક્ષાદળોને આ વાતની જાણ થતાં જ તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. સેના તરફથી ફાયરિંગ કરવામાં આવતા આતંકીઓ દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. આતંકીઓ થોડા સમય માટે ફાયરિંગ કરતા રહ્યા, પરંતુ જ્યારે તેઓને એમ લાગ્યું કે તેઓ ઘેરાયેલા છે ત્યારે તેઓ પીઓકે તરફ દોડી ગયા હતા. ખીણમાં આતંકવાદીઓની ઘૂસણખોરી સતત વધી છે ભારતીય સેના ઘૂસણખોરી રોકવા માટે સજાગ છે.
આ પણ વાંચો: શું કાશ્મીરમાં છેલ્લા 70 વર્ષો દરમિયાન બંધ થયા 50 હજાર મંદિર












Click it and Unblock the Notifications
