• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું કાશ્મીરમાં છેલ્લા 70 વર્ષો દરમિયાન બંધ થયા 50 હજાર મંદિર

|

કેન્દ્ર સરકારના એક મંત્રી દ્વારા જમ્મુ કાશ્મીરમાં બંધ પડેલા મંદિરોની અપાયેલી સંખ્યાએ બધાને ચોંકાવી દીધા છે. પરિસ્થિતિ કંઈક એવી છે કે આ આંકડો જાણી ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતા પણ ચોંકી ગયા છે. આ આંકડા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ આપ્યા છે. તેમણે એલાન કર્યુ છે કે કાશ્મીરમાં વર્ષોથી બંધ પડેલા 50 હજાર મંદિરોને કેન્દ્ર સરકાર ફરીથી ખોલવાની તૈયારી કરી રહી છે. કાશ્મીરમાં બંધ પડેલા મંદિરો માટે અપાયેલો 50 હજારનો આંકડો અચરજ પમાડે એવો છે. જો કે તેને ભાજપના અનેક નેતાઓ સ્વીકાર કરવા તૈયાર નથી. આ આંકડાના ખુલાસા બાદ જમ્મુ-કાશ્મીરમાં એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કાશ્મીરના લોકો ચિંતામાં છે કે વિતેલા 70 વર્ષોમાં આટલી મોટી સંખ્યામાં તૂટેલા અને તોડવામાં આવેલા મંદિરો વિશે તેમને ખબર પણ ન પડી.

કાશ્મીર પંડિતોના પલાયન બાદ બંધ થયા પ્રાચીન મંદિર

કાશ્મીર પંડિતોના પલાયન બાદ બંધ થયા પ્રાચીન મંદિર

વર્ષો પહેલા જ્યારે કાશ્મીરમાં વસેલા હિંદુઓની સાથે હિંસક ઘટનાઓ બની ત્યારે ભારે સંખ્યામાં મંદિરો પર હુમલા થયા અને તોડફોડ કરવામાં આવી. હિંદુઓએ જમ્મુ અને કાશ્મીરથી પલાયન કરી અન્ય સ્થળોએ વસવાટ કરી લીધો. આતંકવાદીઓએ મોટાપાયે કાશ્મીરી પંડિતોનો નરસંહાર કર્યો અને તમામ મંદિરોને નુકશાન પહોંચાડ્યુ. બંધ પડેલા કેટલાક મંદિરોમાંના લોકપ્રિય મંદિરોમાં દક્ષિણ કાશ્મીરના શોંપિયામાં ભગવાન વિષ્ણુનું મંદિર પણ શામેલ છે. આ જ રીતે પહલગામમાં ભગવાન શિવનું એક અત્યંત જૂનું મંદિર છે તે પણ બંધ પડ્યુ છે.

શું પ્રત્યેક ચાર પરિવાર પાસે એક મંદિર હતુ?

શું પ્રત્યેક ચાર પરિવાર પાસે એક મંદિર હતુ?

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના આંકડા પર વિશ્વાસ કરીએ તો 1990માં કાશ્મીરથી પલાયન કરનારા 2 થી અઢી લાખ કાશ્મીરી પંડિતોના પરિવારોના પ્રત્યેક ચાર પરિવારે એકની પાસે મંદિર હોવું જોઈએ. ત્યારે કાશ્મીર મંદિરોનો આ આંકડો 50 હજારને પાર હોઈ શકે છે. એ જરૂર જાણવું જોઈએ કે આખા જમ્મુ કાશ્મીરમાં 50 હજાર મંદિર છે અને તેમાંથી અનેક મંદિરો મુસ્લિમ વિસ્તારમાં છે , જેની દેખભાળ કરવામાં મુસ્લિમોની પણ મુખ્ય ભૂમિકા રહી છે. જેમાં પુંછનું બુઢ્ડા અમરનાથનું મંદિર પ્રમુખ છે.

આડવાણી અનુસાર મંદિરોની સંખ્યા

આડવાણી અનુસાર મંદિરોની સંખ્યા

ભારતીય જનતા પાર્ટીના નેતા લાલ કૃષ્ણ અડવાણીના વર્ષો જૂના વક્તવ્ય પર નજર નાખીએ તો તે અનુસાર કાશ્મીરમાં 55 મંદિર તોડાયા હતા. આડવાણીએ ફેબ્રુઆરી 1991માં કહ્યુ હતુ કે તમામ રાજકીય પાર્ટીઓ બાબરી વિશે બોલી રહ્યા છે જો કે કોઈએ કાશ્મીરમાં તોડાયેલા 55 મંદિરો વિશે કંઈ જ કહ્યુ નથી.

બાબરી મસ્જીદ પડ્યાના થોડા જ મહિના બાદ આ જ આડવાણીએ ફરીથી કહ્યુ હતુ કે કાશ્મીરમાં 40 મંદિર તોડવામાં આવ્યા અને બધા જ ચૂપ રહ્યા. ભાજપના તત્કાલીન મહાસચિવ કેદારનાથ સાહનીએ ત્યારે કહ્યુ હતુ કે અનેક મંદિરો તોડી દેવાયા છે. એ સમયે ઓફિશ્યલ આંકડો 46 જણાવાઈ રહ્યો હતો. જ્યારે ભાજપે જમ્મુ કાર્યાલયમાં 82ની પુષ્ટિ કરી હતી. આ સીલસીલો અહીં જ ખતમ થયો નહિં. પણ ફરી 1993માં આડવાણીએ કહ્યુ હતુ કે મને ચોક્કસ સંખ્યા ખબર નથી. સંખ્યા મહત્વની નથી પણ કાશ્મીરમાં મંદિર તોડાઈ રહ્યા છે.

મંદિરોની સંખ્યાને લઈ હંમેશા વિરોધાભાષ

મંદિરોની સંખ્યાને લઈ હંમેશા વિરોધાભાષ

ત્યાર બાદ ભાજપ દ્વારા અનેકવાર કાશ્મીરમાં તોડાયેલા મંદિરોનું લિસ્ટ જારી કરવામાં આવ્યુ. જેની સંખ્યાને લઈ હંમેશા વિરોધાભાષ રહ્યો છે. જેમાં 23 એવા પણ મંદિર શામેલ છે જેનો પ્રવાસ કર્યા બાદ પ્રત્રકારોએ જોયુ કે તેમને કોઈ નુકશાન કરાયુ નથી. આ લિસ્ટમાં તુલમુલા સ્થિત ભવાની મંદિરને રોકેટથી ઉડાવી જેવાની વાત કહેવાતી હતી. જે આજ સુધી સાચી સાબિત થઈ નથી. જો કાશ્મીરમાં મંદિરોની સ્થિતિ અંગે વાત કરીએ તો અનેક પ્રમુખ મંદિરોમાં આજે પણ પૂજા-અર્ચના ચાલુ છે. તેમાં શ્રીનગરના શંકરાચાર્યની સાથો સાથ ગણપત્યાર મંદિર, તુલમુલાની ક્ષીર ભવાની અને મટ્ટનના મંદિર શામેલ છે.

ભાજપ દ્વારા કરાઈ રહ્યો છે સર્વે

ભાજપ દ્વારા કરાઈ રહ્યો છે સર્વે

પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ના હટાવ્યા બાદ વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ થતા આ રાજ્યના પુનર્ગઠનની તૈયારીઓ ચાલી રહી છે. જે હેઠળ કેન્દ્ર સરકાર ઘાટીમાં વર્ષોથી બંધ પડેલા મંદિરોનો સર્વે કરવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડી તરફથી સોમવારે માહિતી આપવામાં આવી કે કેન્દ્ર સરકાર આ મંદિરો વિશે સર્વે કરાવી રહી છે.

આ સર્વે બાદ ઘાટીના આશરે 50,000 મંદિરોને ફરી ખોલવામાં આવશે.

આ સર્વે બાદ ઘાટીના આશરે 50,000 મંદિરોને ફરી ખોલવામાં આવશે.

તેમણે કહ્યુ કે આંતકવાદીઓએ મોટા પાયે કાશ્મીરી પંડિતોનો નરસંહાર કહ્યો હતો અને તમામ મંદિરોને પણ નુકશાન પહોંચાડ્યુ હતુ. પંડિતોના પલાયન બાદ ઘાટીમાં અનેક મંદિરો બંધ થઈ ગયા. તેમાંના અનેક મંદિરો જે કાશ્મીર પંડિતો વચ્ચે લોકપ્રિય છે અને દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં ભગવાન વિષ્ણુનું મંદિર તેમાંનું એક છે. આવું જ એક પહલગામમાં ભગવાન શંકરનું અત્યંત જૂનું મંદિર છે જે વર્ષોથી બંધ પડેલું મંદિર શામેલ છે.

પાકિસ્તાનમાં પીએમ મોદી અને ડોવાલ પર આત્મઘાતી હુમલાનુ ષડયંત્ર, જૈશે બનાવ્યુ સ્પેશિયલ સ્કવૉડ

English summary
Has 50 thousand temples closed in Kashmir during the last 70 years?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X