જમ્મુ કાશ્મીરઃ અનંતનાગ અને કુલગામમાં અથડામણ યથાવત, માર્યો ગયો લશ્કર કમાંડર નિસાર ડાર
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં શનિવારની સવારે બે જિલ્લાઓ અનંતનાગ અને કુલગામમાં અથડામણ ચાલી રહી છે. કુલગામ અને અનંતનાગ બંને દક્ષિણ કાશ્મીરના જિલ્લા છે. આઈજીપી કાશ્મીરના જણાવ્યા મુજબ અનંતનાગ એનકાઉન્ટરમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાબળોએ સિરહામા અનંતનાગ અથડામણમાં લશ્કરના કમાંડર નિસાર ડારને ઠાર માર્યો છે. અથડામણમાં સેનાના બે જવાનોના ઘાયલ થવાના પણ સમાચાર છે.
આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યુ કે અન્ય આતંકવાદીઓની શોધ હજુ પણ ચાલુ છે. વળી, કુલગામ એનકાઉન્ટરમાં પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો એક સ્થાનિક આતંકવાદી માર્યો ગયો છે. આ અંગેની માહિતી કાશ્મીર ઝોન પોલિસે આપી છે. કુલગામના ડીએત પોરામાં બીજી અથડામણ ચાલુ છે જ્યાં પોલિસ અને સુરક્ષાબળોનુ માનવુ છે કે હિઝબુલ સાથે જોડાયેલા બે આતંકવાદી ફસાઈ ગયા છે. આ ઘટનામાં બે સિપાહી પણ ઘાયલ થયા છે. કુલગામના ચાકી સમદ વિસ્તારમાં પણ અથડામણ શરુ થઈ ગઈ છે.