જમ્મુ કાશ્મીરઃ કુલગામ એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો

જમ્મુ કાશ્મીરમાં આજે સવારે એક વાર ફરીથી સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે જેમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે.

જમ્મુ કાશ્મીરમાં આજે સવારે એક વાર ફરીથી સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણ કુલગામના તાજીપોરા, મોહમ્મદપુરા વિસ્તારમાં ચાલી રહી છે. બંને તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ એનકાઉન્ટરમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. જો કે હજુ સુધી આ આતંકીની ઓળખ થઈ શકી નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે અનંતનાગમાં પણ સેનાની આતંકીઓ સાથે અથડામણ થઈ ગઈ હતી. આ એનકાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓએ બે આતંકવાદીઓને ઠાર મારી દીધા હતા. માહિતી અનુસાર આ આતંકી પાકિસ્તાનના હતા, તેમની પાસે ભારે માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો.

encounter

મંગળવારે સુરક્ષાબળોને કોકરાગના ખારપોરા અને કાશવાનમાં આતંકવાદીઓના છૂપાયા હોવાની માહિતી મળી હતી. પુરતા ઈન્ટેલીજન્સ બાદ સેનાની 19 રાષ્ટ્રીય રાઈફલ્સ, સીઆરપીએફ અને જમ્મૂ કાશ્મીર પોલિસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ તરફથી એક સર્ચ ઑપરેશન ચલાવવામાં આવ્યુ. આ સર્ચ ઑપરેશન દરમિયાન આતંકીઓ તરફથી સુરક્ષાબળો પર ફાયરિંગ કરવામાં આવ્યુ જેનો જવાબ પણ આપવામાં આવ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X