Jammu Kashmir New CM : 16 ઓક્ટોબરે ઓમર અબ્દુલ્લા કાશ્મીરના CM પદના શપથ લેશે, જાણો કોંગ્રેસ સત્તામાં સાથે રહેશે
Jammu kashmir New Government : જમ્મુ કાશ્મીરમાં બીજેપીને શરમજનક હાર આપ્યા બાદ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા સીએમ બનવા જઈ રહ્યાં છે.
ઈન્ડિયા ગઠબંધન સાથે ચૂંટણી લડનારી નેશનલ કોન્ફરન્સે તેના નવા સીએન તરીકે ઉમર અબ્દુલ્લાની વરણી કરી છે. અબ્દુલ્લા 16 ઓક્ટોબરે શપથ લેશે.

ઓમર અબ્દુલ્લાએ કાશ્મીરની બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતી છે. ચૂંટણીના પરિણામો બાદ ફારુક અબ્દુલ્લાએ તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.
ઓમર અબ્દુલ્લા ફરીથી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે. આ પહેલા તે 2009 થી 2014 સુધી અહીં મુખ્યમંત્રી રહ્યાં છે.
ઓમર અબ્દુલ્લાની રાજકીય કારકિર્દી 1998 માં લોકસભાના સભ્ય તરીકે શરૂ થઈ અને તેઓ કેન્દ્રીય પ્રધાન અને વિપક્ષના નેતા બન્યા. હવે ઓમર અબ્દુલ્લા મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ બની રહેલી નવી સરકારની કમાન સંભાળવા જઈ રહ્યા છે.
કાશ્મીરની ચૂંટણીમાં બીજેપીને શરમજનક હાર આપતા ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સે 42 અને કોંગ્રેસે 6 સીટો જીતી છે. આ સિવાય આમ આદમી પાર્ટીએ એક અને અન્યના ખાતામાં 6 સીટો ગઈ છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
