જમ્મુ કાશ્મીરઃ કુલગામ એનકાઉન્ટરમાં 1 આતંકી ઠાર, અથડામણ ચાલુ- IGP વિજય કુમાર

કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે.

શ્રીનગરઃ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. આ અંગે માહિતી આપતા આઈજીપી કાશ્મીર વિજય કુમારે મીડિયાને જણાવ્યુ કે અથડામણ હજુ પણ ચાલુ છે. સુરક્ષાબળોએ આખી ઈમારતને ઘેરી લીધી છે. તમને જણાવી દઈએ ક કુલગામ જિલ્લામાં કાલે બીએસએફના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેના જવાબમાં સુરક્ષાબળોએ પણ આતંકવાદીઓ પર ગોળીઓ ચલાવી હતી. આ અથડામણમાં સીઆરપીએફ અને સેનાના એક-એક જવાન અને બે નાગરિક ઘાયલ થઈ ગયા હતા.

ig

આતંકવાદી એક ઈમારતમાં છૂપાયા હોવાની માહિતી મળી હતી. આ આતંકવાદી લશ્કર-એ-તૈયબાના હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. જો કે માર્યા ગયેલ આતંકવાદીની ઓળખ થઈ શકી નથી. તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે પણ કુલગામમાં ત્રણ અને બાંદીપોરા વિસ્તારમાં 3-4 આતંકવાદીઓ છૂપાયા હોવાની ઘટના સામે આવી હતી જેમના તાર આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલ હતા. આ વિશે વાત કરતા આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યુ કે અમને સૂચના મળી હતી કે બાંદીપોરામાં 3-4 આતંકી આવ્યા છે. ત્યારબાદ પોલિસ અને સેનાના જવાનોએ આતંકીઓને ઘેરી લીધા અને તેમના પર ફાયરિંગ કર્યુ જેમાં બાંદીપોરા વિસ્તારમાં ત્રણ આતંકી અને કુલગામમાં એક આતંકી માર્યો ગયો હતો.

મુજાહિદ્દીનના ટૉપ કમાન્ડરને ઠાર માર્યો

તમને જણાવી દઈએ કે 7 જુલાઈએ પણ શ્રીનગરના હંદવાડામાં થયેલ એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ હિઝબુલ મુજાહિદ્દીના ટૉપ કમાંડર મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબૈદને ઠાર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે મેહરાજુદ્દીન હલવાઉ ઉર્ફે ઉબેદની શોધ ઘણા સમયથી હતી. તે ઘણા મોટા આતંકવાદી હુમલામાં પણ શામેલ હતો.

આ આપણા સુરક્ષાબળોની એક મોટી સફળતાઃ પોલિસ

5 જુલાઈ પહેલા જ પુલવામા એનકાઉન્ટરમાં લશ્કરના પાકિસ્તાની કમાંડર એજાજ ઉર્ફે અબુ હુરેરા સહિત 3 આતંકવાદી ઠાર મરાયા હતા જેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ, ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલિસે આતંકવાદીઓના ખાતમા માટે સંયુક્ત અભિયાન ચલાવ્યુ છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધી 200થી વધુ ખૂંખાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X