પોલિસે આતંકવાદી હુમલા દરમિયાન 3 વર્ષના બાળકને ગોળી વાગવાથી બચાવ્યુ

જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલા દરમિયાન પોલિસે એક 3 વર્ષના બાળકને ગોળીઓથી બચાવ્યુ છે.

જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલા દરમિયાન પોલિસે એક 3 વર્ષના બાળકને ગોળીઓથી બચાવ્યુ છે. આ અંગેની માહિતી સમાચાર એજન્સી એએનઆઈએ જમ્મુ કાશ્મીર પોલિસના હવાલાથી આપી છે. તમને જણાવી દઈએ કે બુધવારે સવારે કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળ(સીઆરપીએફ)ના પેટ્રોલિંગ દળ પર આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. જેમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થઈ ગયો અને એક નાગરિકનુ મોત થઈ ગયુ.

CRPF

માહિતી મુજબ હુમલો થયા બાદ બધાને ઈલાજ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એક જવાનો દમ તોડી દીધો. બે જવાનોની હાલત ગંભીર જણાવાઈ રહી છે જ્યારે એક અન્ય જવાનને સામાન્ય ઈજા થઈ છે. સવારે લગભગ 7.34 વાગે આતંકીઓએ જવાનો પર હુમલો કર્યો હતો. એ વખતે તે વિસ્તારની ઘેરાબંધી કરી રહ્યા હતા. આ અંગે કાશ્મીર ઝોન પોલિસે પણ ટ્વિટ કરીને માહિતી આપી છે. ટ્વિટમાં જણાવવામાં આવ્યુ છે કે સોપોરમાં આંતકી હુમલામાં સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થઈ ગયો છે અને એક જવાનનો જીવ જતો રહ્યો છે. આ ઉપરાંત ત્રણ જવાન પણ ઘાયલ થયા છે. આતંકીઓને પકડવા માટે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.

પોલિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શ્રીનગરથી લગભગ 50 કિમી દૂર સોપોરના બારામૂલામાં બુધવારે સવારે આતંકીઓએ પેટ્રોલિંગ કરી રહેલા જવાનો પર ગોળીબાર કર્યો હતો. જવાનોએ પણ વળતી કાર્યવાહી કરી પરંતુ આતંકી ત્યાંથી બચી નીકળ્યા. હુમલાના સમયે અહીંએક સામાન્ય નાગરિક પણ પોતાના બાળકો સાથે કારમાં હાજર હતા. તેને પણ ગોળી વાગી ગઈ અને બાદમાં તેનુ મોત થઈ ગયુ. આ ઉપરાંત અનંતનાગ જિલ્લામાં પણ આતંકીઓ સાથે અથડામણના સમાચાર સામે આવી છે. અહીં મંગળવારે મોડી રાતે ત્રાલમાં આતંકવાદીઓ સાથે સુરક્ષાબળો સાથે અથડામણ થઈ છે. વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષાબળોએ સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X