ત્રાલમાં થેયલી અથડામણમાં 3 આંતકી ઠાર, એક પોલીસકર્મી શહીદ
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ત્રાલમાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર, સાથે જ આ દરમિયાન એક પોલીસ કર્મચારી મંજૂર અહમદના શહીદ હોવાની પણ ખબર છે.
જમ્મુ કાશ્મીર ના પુલવામા જિલ્લામાં ત્રાલમાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર, સાથે જ આ દરમિયાન એક પોલીસ કર્મચારી મંજૂર અહમદના શહીદ હોવાની પણ ખબર છે. આ અથડામણમાં સેનાના બે જવાનો અને એક સીઆરપીએફ કોનસ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

આ વિસ્તાર આતંકવાદી બુરહાન વાનીનો છે. આથી ભારતીય સેનાને શંકા છે કે, બુરહાનના જમણા હાથ અને હિજબુલના ટોપ કમાન્ડર સબ્જાર અહમદ પોતાના બે સાથીદારો સાથે અહીં છુપાયેલો છે. આખા વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી છે. શનિવાર સાંજથી આ વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ થઇ ગયું હતું. એવામાં જ્યારે એક મકાન પર સેનાના જવાનોને શંકા જતા તેમણે ઘરમાં છુપાયેલા આંતકવાદીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.












Click it and Unblock the Notifications
