જમ્મુ કાશ્મીરના પુલવામામાં અથડામણ, સુરક્ષાબળોએ ઠાર કર્યા બે આતંકવાદી

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં જવાનોએ બે આતંકવાદીઓ ઠાર માર્યા છે.

નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં જવાનોએ બે આતંકવાદીઓ ઠાર માર્યા છે. પોલિસ અધિકારીઓએ આ અથડામણની માહિતી આપીને જણાવ્યુ કે સુરક્ષાબળોએ નાગબેરન-તરસરના જંગલોમાં અમુક આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના મળી હતી ત્યારબાદ વિસ્તારને ઘેરીને સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યુ. સર્ચ ઑપરેશન દરમિયાન છૂપાયેલા આતંકીઓએ સુરક્ષાબળો ઉપર ફાયરિંગ કર્યુ ત્યારબાદ અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા. માર્યા ગયેલા બંને આતંકી કયા આતંકવાદી સંગઠનના છે તેનો ખુલાસો થયો નથી.

encounter

પોલિસ અધિકારીઓએ જણાવ્યુ કે હાલમાં ફાયરિંગ ચાલુ છે અને વિસ્તારમાં વધુ આતંકવાદીઓ છૂપાયા હોવાના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ શુક્રવારે આતંકવાદીઓએ બારામૂલીમાં ગ્રેનેડથી હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના બે જવાન અને એક પોલિસકર્મી ઘાયલ થયા. ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. વળી, હુમલા બાદ સુરક્ષાબળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ અભિયાન ચલાવ્યુ.

રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓનુ મોટુ ષડયંત્ર નિષ્ફળ

આ ઉપરાંત શનિવારે સવારે સુરક્ષાબળોએ આતંકવાદીઓના એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવીને રાજૌરી જિલ્લામાં હાઈવે પાસે આઈઈડી જપ્ત કર્યો છે. આઈઈડી મળવાની સૂચના બાદ બૉમ્બ નિરોધક દળ ઘટના સ્થળે પહોંચ્યુ અને તેને ડિફ્યુઝ કર્યો. આઈઈડી મળ્યા બાદ સુરક્ષાબળોએ વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કરી દીધુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X