જમ્મુ કાશ્મીરઃ સોપોરમાં સુરક્ષાબળોની આતંકીઓ સાથે અથડામણ, એકને માર્યો ઠાર
Jammu Kashmir News: ઉત્તર કાશ્મીરના સોપોરના રફિયાબાદ વિસ્તારમાં શનિવારે 24 ઓગસ્ટે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. સમાચાર અનુસાર, સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ ત્યારે થઈ જ્યારે સુરક્ષા દળો સોપોરના રફિયાબાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા.

આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓ સામે જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો.












Click it and Unblock the Notifications
