જમ્મુ કાશ્મીર: પુલવામામાં સેના-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે, જોકે આ હુમલામાં કોઈ જાન-માલનું નુકશાન થયુ નથી.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે, જોકે આ હુમલામાં કોઈ જાન-માલનું નુકશાન થયુ નથી, પ્રાપ્ત માહિતી અનુસાર સીઆરપીએફ જવાનોની પેટ્રોલિંગની ટીમે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આતંકીઓએ શાળા પરિસરમાં સીઆરપીએફની જમાવટ પર 6-7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

પુલવામા જિલ્લાના દ્રબગામ ખાતે એક પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું, આ પરીક્ષા કેન્દ્રની સુરક્ષા માટે આ સ્કૂલ કેમ્પસ, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ તૈનાત કરવામાં આવી હતી. હાલમાં હજી સુધી કોઈ ઈજાની માહિતી નથી, સૈન્યનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
Central Reserve Police Force (CRPF): Unidentified terrorists fired 6-7 rounds on CRPF deployment at school which was an examination centre in Drabgam, Pulwama district. CRPF and local police was deployed to guard the centre. No injuries have been reported so far. Details awaited. pic.twitter.com/ZrTZFMm4WE
— ANI (@ANI) October 29, 2019
આ પણ વાંચો: CJI રંજન ગોગોઇના રીટાયર્ડમેન્ટ બાદ જસ્ટિસ એસએ બોબડે બનશે નવા CJI












Click it and Unblock the Notifications
