શ્રીનગરના લાલ બજારમાં આતંકી હુમલો, ASI શહીદ, બે જવાન ઘાયલ
આતંકવાદીઓએ મંગળવારે સાંજે શ્રીનગરમાં એક નાકા પાર્ટીને નિશાન બનાવી હતી.
શ્રીનગરઃ આ વર્ષે સુરક્ષા દળોએ કાશ્મીર ઘાટીમાં અનેક મોટા ઑપરેશન હાથ ધર્યા હતા. જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. સામ-સામેની લડાઈમાં હાર બાદ હવે આતંકવાદી સંગઠનો ગુસ્સે ભરાયા છે. તેઓ છુપાઈને હુમલા કરી રહ્યા છે. આ ક્રમમાં આતંકવાદીઓએ મંગળવારે સાંજે શ્રીનગરમાં એક નાકા પાર્ટીને નિશાન બનાવી હતી. જેમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. બાદમાં સારવાર દરમિયાન એક ASI શહીદ થઈ ગયા હતા જ્યારે અન્ય બંનેની હાલત નાજુક છે.

મળતી માહિતી મુજબ શ્રીનગરના લાલ બજારમાં સુરક્ષાદળોના જવાનો નિયમિત ફજ પર હતા. આ દરમિયાન કેટલાક અજાણ્યા આતંકીઓ ત્યાં પહોંચ્યા અને નાકા પાર્ટી પર ફાયરિંગ શરૂ કરી દીધુ. આ ઘટનામાં ત્રણ જવાન ઘાયલ થયા છે. જેઓને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ASI મુશ્તાક અહેમદ શહીદ થયા છે જ્યારે અન્ય બંનેની સારવાર ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલિસે ટ્વિટ કરીને પોતાના સાથીને શ્રદ્ધાંજલિ આપી છે.
બીજી તરફ ઘટનાને અંજામ આપીને આતંકીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જેના કારણે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ છે. આ સાથે તમામ નાકા પાર્ટીઓને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. એક અઠવાડિયા પહેલા જ આતંકવાદીઓએ અનંતનાગ જિલ્લામાં આવી જ એક ઘટનાને અંજામ આપ્યો હતો. તે દરમિયાન આતંકીઓએ એક પોલિસકર્મીને ગોળી મારી દીધી હતી. જો કે, સુરક્ષા દળોએ તેને સમયસર હૉસ્પિટલ લઈ ગયા. જેના કારણે તેનો જીવ બચી ગયો.
પુલવામામાં આતંકી ષડયંત્ર નિષ્ફળ
બીજી તરફ, આતંકવાદીઓએ પુલવામા જિલ્લાના ચૌધરી બાગ રોડ પાસે 5 કિલોનો સિલિન્ડર છુપાવી રાખ્યો હતો. જે આખો ફટાકડાથી ભરેલો હતો. તેમની યોજના તેને બ્લાસ્ટ કરવાની હતી જેથી રસ્તા પર જતા નાગરિકો અને સુરક્ષા દળોને મહત્તમ નુકસાન થઈ શકે. જો કે, બાદમાં ભારતીય સેનાની બૉમ્બ ડિસ્પોઝલ સ્કવૉડે તેને નિષ્ફળ બનાવ્યો હતો.












Click it and Unblock the Notifications
