Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જમ્મુ કાશ્મીરના શોપિયામાં એનકાઉન્ટર, લશ્કરનો ટૉપ કમાન્ડર ઠાર

જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ જેમાં લશ્કર એ તૈયબાનો એક ટૉપ કમાન્ડર માર્યો ગયો છે.

નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ જેમાં લશ્કર એ તૈયબાનો એક ટૉપ કમાન્ડર માર્યો ગયો છે. સુરક્ષાકર્મીઓએ લશ્કરના ટૉપ કમાન્ડર ઉપરાંત વધુ એક આતંકીને એનકાઉન્ટરમાં ઠાર માર્યો છે. જમ્મુ કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે લશ્કરનો આતંકી જેને એનકાઉન્ટરમાં ઠાર માર્યો છે તેની ઓળખ ઈશફાક દાર ઉર્ફે અબૂ અકરમ તરીકે થઈ છે. તે ઘાટીમાં 2017થી સક્રિય હતો.

jk police

વિજય કુમારે જણાવ્યુ કે બે આતંકી જેમાં લશ્કરનો ટૉપ કમાંડર અબૂ અકરમ પણ શામેલ છે તેને એનકાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. અકરમ 2017થી ઘાટીમાં સક્રિય હતો. આ લોકો પાસેથી ઘણા હથિયાર, દારૂગોળો વગેરે જપ્ત કરવામાં આવ્યા છે. એનકાઉન્ટર બાદ વિસ્તારમાં સુરક્ષાકર્મી સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુરક્ષાકર્મીઓની આતંકીઓ સાથે આ અથડામણ રવિવારે શોપિયામાં શરૂ થઈ હતી. આ પહેલા શુક્રવારે પણ સુરક્ષાકર્મીઓએ શ્રીનગરમાં લશ્કરના બે આતંકીઓને એનકાઉન્ટરમાં ઠાર માર્યા હતા. આ લોકો જૂન મહિનાાં આ વર્ષે શ્રીનગરમાં થયેલી ઘટનામાં શામેલ હતા.

વિજય કુમારે જણાવ્યુ કે આ વર્ષે શ્રીનગરમાં ત્રણ એનકાઉન્ટર થયા છે. આપણને સૌને ખબર છે કે શ્રીનગરમાં ત્રણ ઘટનાઓ થઈ છે. એક ઘટનામાં પોલિસ ઈન્સ્પેક્ટરની હત્યા કરી દેવામાં આવી હતી જ્યારે બીજામાં એક મોબાઈલની દુકાનના માલિક પર હુમલો કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી અને પછી એક ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 3 સામાન્ય નાગરિકના મોત થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિ ઘાયલ થઈ ગયો હતો.

જે બે આતંકી આજે માર્યા ગયા છે તે આ ત્રણે ઘટનામાં શામેલ હતા. અમે તેમની શોધ કરી રહ્યા હતા જ્યારે અમને રવિવારે આ અંગેની માહિતી મળી તો સીઆરપીએફે વિસ્તારનો ઘેરવાનુ શરૂ કર્યુ. અમે આ આતંકીઓને આત્મસમર્પણ કરવાની અપીલ કરી પરંતુ તેમણે આમ કરવાનો ઈનકાર કરી દીધો ત્યારબાદ એનકાઉન્ટર શરૂ થઈ ગયુ. આ વર્ષે અત્યાર સુધી કુલ 87 આતંકીઓને અલગ-અલગ એનકાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X