પાકિસ્તાનથી કાશ્મીરી આતંકીઓને સંદેશ, તો બંગડી જ મોકલીશું

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યાને એક મહિનો વીતી ચૂક્યો છે, અને પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ ખીણ વિસ્તારમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવામાં નિષ્ફળ રહ્યા છે.

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યાને એક મહિનો વીતી ચૂક્યો છે, અને પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ ખીણ વિસ્તારમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવામાં નિષ્ફળ રહ્યા છે. જેને કારણે પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓના આકાઓ અકળાઈ રહ્યા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠનના આકાઓ અને કાશ્મીરી પંટરો વચ્ચેની વાતચીત ઈન્ટરસેપ્ટ કરી છે. જેમાં તેમની લાચારી મહેસૂસ થ ઈ રહી છે. સ્થિતિ એવી છે કે પાકિસ્તાની હેન્ડલર્સ પોતાના પાલતૂ આતંકીઓને હવે ધુત્કારી રહ્યા છે અને તેમને કોઈ મોટો હુમલો કરવા જાતભાતની રીતે ઉક્સાવવાની કોશિશ કરી રહ્યા છે.

ફળના વેપારીના ઘરે હુમલો

ફળના વેપારીના ઘરે હુમલો

પાકિસ્તાનના આદેશ પર જ શનિવારે ઉત્તર કાશ્મીરના બારામુલાલા જિલ્લામાં સોપોરમાં ફ્રૂટના વેપારીના ઘરે બે આતંકીઓએ હુમલો કર્યો. સોપોરના દાંગીપુરા વિસ્તારમાં આ આતંકીઓએ ફળના એક વેપારીના ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું જેમાં 30 મહિનાની બાળકી સહિત ચાર લોકો જખ્મી થયા. મળતી માહિતી પ્રમામે આ આતંકી હુમલામાં જખ્મી થયેલી અઢી વર્ષની આસ્મા જાનને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલના નિર્દેશ પર વિશેષ ઈલાજ માટે દિલ્હીની એઈમ્સમાં ભરતી કરાઈ છે. આ ઘટનામાં બાળકી ઉપરાંત મોહમ્મદ અશરફ ડાર, મોહમ્મદ રમઝાન અને અર્શિદ હુસૈન પણ જખ્મી થયા છે, જેની સારવાર શ્રીનગરની હોસ્પિટલમાં ચાલી રહી છે.

ફરમાન ન માનતા ગુસ્સે થયા હતા આતંકી

ફરમાન ન માનતા ગુસ્સે થયા હતા આતંકી

NSA અજિત ડોવાલે ઈલેક્ટ્રોનિક ઈન્ટરસેપ્ટના આધારે કહ્યું કે સોપોર ફ્રૂટ ટ્રેડર્સ એસોસિયેશનના પદાધિકારી હમુદુલ્લાહ રાથર પર આતંકીઓ ગુસ્સે ભરાયા હતા. તેમણે રાથરને વેપાર બંધ કરવા કહ્યું હતું, પરંતુ વેપારીએ તેમની વાત ન માની. ડોવાલે કહ્યું,'સુરક્ષા દળોએ જે વાતચીત ઈન્ટરસેપ્ટ કરી છે, તેમાં પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર આતંકીઓ જમ્મુ કાશ્મીરના ફળને દેશના અન્ય રાજ્યોમાં જતા અટકાવવામાં મળેલી નિષ્ફળતા માટે ચેતવણી આપી રહ્યા છે.' ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરનું તંત્ર ફ્રૂટ એસોસિયેશનના સામાન્ય વેપારી કામકાજ શરૂ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. જ કારણે ઘટનાના એક દિવસ પહેલા જ સફરજન ભરેલા 750 ટ્રક બીજા રાજ્યોમાં જવા રવાના થયા હતા.

એકે 47 નહીં, બંગડીઓ મોકલીશું

એકે 47 નહીં, બંગડીઓ મોકલીશું

પાકિસ્તાનમાં બેઠેલા આતંકી આકાઓ કાશ્મીરમાં આતંકી ગતિવિધિ વધારવામાં નિષ્ફળ જતા પોતાના પંટરો પર ગુસ્સે છે. તેનો પુરાવો પણ જોવા મળ્યો છે. તેનાથી એ પણ સાબિત થઈ રહ્યું છે કે કલમ 370 હટ્યાના એક મહિનામાં કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક પણ ગોળી ચલાવવી નથી પડી. તેનાથી આતંકીઓના આકાઓ અકળાઈ રહ્યા છે, અને આતંકીઓ પર ગુસ્સો ઉતારી રહ્યા છે. NSA ડોવાલે આતંકીઓના આકાઓ અને પંટરો વચ્ચેની વાતચીતની રસપ્રદ ઘટના જણાવી છે. ડોવાલના કહેવા પ્રમાણે એક હેનડ્લરે આતંકીઓને કહ્યું,'જો તમે લોકો ફળનો જથ્થો નહીં રોકી શકો તો અમે તમને બંદૂકોના બદલે બંગડીઓ મોકલીશું.' જે ળના વેપારીના ઘરે આતંકીઓએ સોપોરમાં હુમલો કર્યો હતો, તેઓ પંજાબી ઉર્દુમાં વાત કરતા હોવાનું ડોવાલે કહ્યું છે. તેનો અર્થ એ છે કે આ આતંકીઓ લોકલ નહોતા, પણ પાકિસ્તાનથી આવ્યા હતા.

આતંકીઓ નથી ઇચ્છતા પરિસ્થિતિ સામાન્ય થાય

આતંકીઓ નથી ઇચ્છતા પરિસ્થિતિ સામાન્ય થાય

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જમ્મુ કાશ્મીર પોલીસના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વેપારીઓ સુધી પોતાની વાત પહોંચાડવા આતંકીઓ પોસ્ટર્સનો સહારો લઈ રહ્યા છે અને તેમને જ્યાં જ્યારે પણ તક મળે ત્યારે પોસ્ટર્સ લગાવી દે છે. કાશ્મીરી વેપારીઓને દુકાનો બંધ રાખવા, વેપાર ન કરવા ચેતવણી આપતા આતંકી સંગઠનોમાં પાકિસ્તાનથી સંચાલિત લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનો સામેલ છે. જેમના ઈશારે કાશ્મીર ખીણ વિસ્તારમાં આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવા ષડયંત્ર ઘડાઈ રહ્યા છે.

પાકિસ્તાનના ઈશારે થઈ ઘટના

પાકિસ્તાનના ઈશારે થઈ ઘટના

સોપોરની 5 ઓગસ્ટની ઘટના બાદ આ વેપારી પર થયેલો ત્રીજો હુમલો છે. પહેલો હુમલો 29 ઓગસ્ટે થયો હતો. જ્યારે બાઈક સવાર 3 આતંકીઓએ 65 વર્ષના ગુલામ મોહમ્મદ જે ગ્રોસરી શૉપ ચલાવે છે, તેમની હત્યા કરી નાખી હતી. તેમના પર આતંકી હુમલો એટલા માટે કરવામાં આવ્યો કે શ્રીનગરના પરિમપોરા વિસ્તારમાં તેમણે દુકાન બંધ નહોતી રાખી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગુલામ અને તેમની પત્નીએ આતંકીઓને રાહત માટે અપીલ પણ કરી હતી, પણ આતંકીઓ હત્યા કરીને જ માન્યા. આ ઘટનાના કેટલાક દિવસો બાદ શ્રીનગરના એક જાણીતા ડિપાર્ટમેન્ટલ સ્ટોરના માલિકને આતંકીઓએ દુકાન બંધ રાખવા ધમકી આપી કહ્યું કે જો દુકાન ખોલશે તો તેના છોકરાને મારી નાખશે. દુકાન માલિકના છોકરાએ આતંકીઓને પોતાની પાછળ આવતા જોઈને નાસી જઈને જીવ બચાવ્યો હતો.

આ પણ વાંચો: Video: લાચાર થયા ઈમરાન, Belly Dance દેખાડી રોકાણકારોને રીઝવવાનો પ્રયાસ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X