For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: લાચાર થયા ઈમરાન, Belly Dance દેખાડી રોકાણકારોને રીઝવવાનો પ્રયાસ

પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે પાકિસ્તાનું ઉદ્યોગ જગત, સરકારના ઈશારે રોકાણકારોને લલચાવવા માટે બેલી ડાંસ કરાવી રહી છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે પાકિસ્તાન ઉદ્યોગ જગત, સરકારના ઈશારે રોકાણકારોને લલચાવવા માટે બેલી ડાંસ કરાવી રહી છે. પાકિસ્તાનને લાગે છે કે આવું કરાવી તે આર્થિક સંક્ટમાંથી ઉગરી શકશે. પાકિસ્તાન તરફથી હાલ અજરબૈજાનમાં એક ઈન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સનું આયોજન કરાયુ હતુ, જેમાં રોકાણકારો પાકિસ્તાનમાં પૈસા રોકે તેવા ઈરાદાથી બેલી ડાન્સર્સને મંચ પર ઉતારવામાં આવ્યા. આ બેલી ડાન્સર્સનો વિડિયો સામે આવતા સોશ્યલ મિડિયામાં પાકિસ્તાન સરકારીની જગહસાઈ થઈ રહી છે. અનેક લોકો 'નયા પાકિસ્તાન' કહી તેનો મજાક ઉડાવી રહ્યા છે.

બેલી ડાંસના ભરોસે ઈમરાન

બેલી ડાંસના ભરોસે ઈમરાન

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા એટલી ધરાશાયી થઈ ચૂકી છે કે હવે તેનાથી બચવા માટે તે કોઈ પણ સ્તરે જવા તૈયાર થઈ ગયુ છે. પૈસા ભેગા કરવા માટે તે કંઈ પણ કરવા રાજી થઈ ગયુ છે. હાલમાં જ પાકિસ્તાનના સરહદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, પેશાવર તરફથી અજરબૈજાનની રાજધાની બાકૂમાં એક ઈન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સનું આયોજન કરાયુ હતુ, જેમાં રોકાણકારોના દિલ ખુશ કરવા માટે બેલી ડાન્સર્સને ખાસ પ્રકારે તૈયાર કરાયા હતા. પાકિસ્તાનના ઉદ્યોગ જગતને લાગી રહ્યુ છે કે આ પ્રકારના ગતકડા નહિં અપનાવીએ તો પાકિસ્તાનની અસ્થિરતાને જોતા કોઈ પણ રોકાણકાર પૈસા રોકવા તૈયાર થશે નહિં.

આઈએમએફે હાલમાં જ કરી હતી મદદ

આઈએમએફે હાલમાં જ કરી હતી મદદ

તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં જ આઈએમએફે પાકિસ્તાનને દેવાંમાંથી ઉગરવા માટે અને તેની પેમેન્ટ ક્રાઈસીસને પાટે લાવવા માટે 3 વર્ષ માટે 6 અબજ ડૉલરની લોન પૈકેજ મંજૂર કરી હતી. તેમાં પાકિસ્તાનને લોન આપવા સાથે જ ખર્ચ ઓછુ કરવા માટે સખત પગલાં લેવાનું કહેવાયું હતુ. આઈએમએફ પાછલા દસકામાં પાકિસ્તાનને 20થી વધુ વખત બેલઆઉટ પેકેજ આપી ચૂક્યુ છે. જો કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય જગતમાંથી પૈસા લઈ આતંકવાદ વધારવા માટે તેનો ઉપયોગ કરી રહી છે.

બેલી ડાન્સર્સના તાલે ઝુમશે પાકિસ્તાન !

બાકૂમાં આ ઈન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સ 4થી 8 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ હતી. આ કોન્ફરન્સને ખાસ કરીને ખૈબર પખ્તૂનખ્વા પ્રાતમાં રોકાણ કરવા માટે આયોજીત કરાઈ હતી. આ પાકિસ્તાનનો અત્યંત દુર્ગમ વિસ્તારમાંનો એક છે સાથે જ અહીં આતંકવાદી સંગઠનોને મોટાપાયે રહેવાસો આપવામાં આવે છે. આવા વિસ્તાર માટે રોકાણકારોને લુભાવવા એ હથેળીએ વાળ ઉગાડવાથી ઓછુ નથી. કદાચ એટલે જ પાકિસ્તાન વેપાર જગતને હુકમકારોએ બેલી ડાન્સર્સનો ઉપયોગ કરવા કહ્યુ હતુ. હવે જોવું એ કે પાકિસ્તાનને આ બેલી ડાન્સર્સથી કેટલો ફાયદો થાય છે.

પાકિસ્તાની ઉડાવાઈ રહી છે મશ્કરી

આ ઘટના સામે આવ્યા બાદ ટ્વિટર પર પાકિસ્તાનની મજાક ઉડાવાઈ રહી છે. એક યુઝર્સે ચંદ્રયાન-2ની મશ્કરી કરનારા પાકિસ્તાનને બેલી ડાન્સનો અરીસો દેખાડી દીધો છે.

ઈસ્લામિક ગણતંત્રને બચાવવા માટે બેલી ડાંસ

એક યુઝર્સે લખ્યુ છે કે ઈસ્લામિક ગણતંત્રની નોબત આવી ગઈ છે કે તેણે રોકાણકારોને ખેંચવા માટે કૈબરે અને બેલીનો સહારો લેવો પડી રહ્યો છે. એક યુઝર્સે લખ્યુ છે કે ભારતે મુન મિશનમાં અડચણોનો સામનો કરવો પડ્યો, જ્યારે પાકિસ્તાન બેલી ડાન્સર મિશનમાં સંપૂર્ણ સફર થઈ ગયુ છે.

કંઈક જુદુ જ વિચારુ રહ્યુ છે પાકિસ્તાન

એક યુઝર્સે બેલી ડાન્સને પાકિસ્તાન તરફથી ચીન નિકાસ સાથે પણ જોડ્યુ છે, તેણે લખ્યુ છે કે પાકિસ્તાન અર્થવ્યવસ્થાને પાટે લાવવા માટે તદ્દન જુદી જ રીતે વિચારી રહ્યુ છે.

આ પણ વાંચો: IBએ સરકારને કર્યુ એલર્ટ, પાકે મસૂદ અઝહરને કર્યો ગુપચુપ મુક્ત, કરી રહ્યુ છે યુદ્ધની તૈયારી

English summary
pakistan is trying to please investor to show Belly Dance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X