• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જનતા કર્ફ્યુઃ આજે સાંજે 5 વાગે થાળી કે તાળી વગાડવા કેમ કહ્યુ છે PM મોદીએ? જાણો કારણ

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના વધતા પ્રભાવને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે સાત વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યુનુ એલાન કર્યુ છે, એટલુ જ નહિ પીએમ મોદીએ સાંજે પાંચ વાગે બધા લોકોને પોતાની બાલકનીમાં ઉભા રહીને તાળી અને થાળી વગાડવાની અપીલ કરી છે. આ વાસ્તવમાં એ લોકોનો ઉત્સાહ વધારવા માટે છે જે આ સંકટની ઘડીમાં સામાન્ય લોકોને સુરક્ષિત રાખવા માટે ઘરની બહાર નીકળીને કામ કરી રહ્યા છે, એટલુ જ નહિ તેમણે લોકોને પોતાનો જીવ જોખમમાં મૂકીને કોરોના વાયરસ સામે જંગમાં જોડાયેલા ડૉક્ટર, મેડીકલ સ્ટાફ, મીડિયાકર્મીઓને ધન્યવાદ આપવાનુ આહ્વાન કર્યુ છે.

થાળી કે તાળી વગાડવા માટે કેમ કહ્યુ PM મોદીએ?

થાળી કે તાળી વગાડવા માટે કેમ કહ્યુ PM મોદીએ?

હવે આની પાછળ પીએમ મોદી કદાચ એ સંદેશ આપવા ઈચ્છી રહ્યા છે કે સંકટની આ ઘડીમાં આખો દેશ એક છે. વળી, સોશિયલ મીડિયા પર અમુક લોકો એમ પણ કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી આભાર વ્યક્ત કરવાના બહાને દેશને જાગૃત કરવા ઈચ્છે છે, જ્યારે અમુક લોકોએ આનુ કનેક્શન ઈટલી સાથે જોડી દીધુ છે કારણકે ચીન બાદ કોરોનાની સૌથી વધુ તબાહી ઈટલીમા જ થઈ છે.

કોરોનાના ડરને દૂર ભગાવવાની કોશિશ

કોરોનાના ડરને દૂર ભગાવવાની કોશિશ

કોરોના વાયરસને ફેલાવાના ડર વચ્ચે મનોબળ વધારવા માટે લોકો બાલકનીમાં ઉભા રહીને ગીતો ગઈ રહ્યા છે. મ્યૂઝિક વગાડી રહ્યા છે જેનાથી લોકોનુ મનોબળ વધે, કદાચ પીએમ મોદી પણ ઈચ્છે છે કે દેશના લોકો એક દિવસ એક સાંજે તાળી કે થાળી વગાડીને કોરોનાના ડર દૂર ભગાવે.

ધ્વનિનો પ્રભાવ માનવીના શરીર પર પડે છે...

ધ્વનિનો પ્રભાવ માનવીના શરીર પર પડે છે...

કોરોના વિશે લોકોની અંદર ડર છે અને કદાચ પીએમ મોદી એ ડરને દૂર કરવા માટે તાળી-થાળીનો આઈડિયા લઈને આવ્યા છે. જો કે અહીં અમે તમને વધુ માહિતી જણાવીએ કે વૈજ્ઞાનિકોનુ પણ માનવુ છે કે ધ્વનિનો પ્રભાવ માનવીના શરીર પર પડે છે, ધ્વનિના કંપનની માનવીના દિલ અને દિમાગ પર અસર થાય છે.

નેગેટીવ એનર્જી દૂર થાય છે...

નેગેટીવ એનર્જી દૂર થાય છે...

'ऊं'નુ ઉચ્ચારણ અને શંખ વગાડવો આનુ સાક્ષાત ઉદાહરણ છે, જેનો સકારાત્મક પ્રભાવ માનવીના શરીર પર પડે છે, આનાથી નેગેટીવ એનર્જી દૂર થાય છે અને આના કારણે જ મંદિરોમાં ઘંટારવ કરવામાં આવે છે. એટલા માટે બની શકે છે કે પીએમ મોદી તાળી-થાળીના અવાજથી માનવીનીઆસપાસની નેગરેટી એનર્જીને દૂર કરવા ઈચ્છી રહ્યા હોય કારણકે માનવી અડધી જંગ તો ત્યારે જ જીતી લે છે જ્યારે તે નકારાત્મક વસ્તુઓને પોતાનાથી હટાવી દે છે.

જાણો કોરોના વાયરસ સાથે જોડાયેલી આ ખાસ વાતો

જાણો કોરોના વાયરસ સાથે જોડાયેલી આ ખાસ વાતો

કોરોના વાયરસ એક શ્વાસ સંબંધિત બિમારી છે અને કોઈ સંક્રમિત વ્યક્તિની છીંક, ખાંસી, થૂંકથી હવા દ્વારા બીજા લોકો સુધી પહોંચે છે. WHO ના જણાવ્યા મુજબ કોઈ પણ વસ્તુની સપાટી પર કોરોના વાયરસ કેટલી વાર ટકશે તે એ જગ્યાના તાપમાન અને આર્દ્રતા પર નિર્ભર કરે છે. જો કોઈ સપાટી પર વાયરસ હાજર હોય તો તેના દ્વારા વાયરસ કોઈ વ્યક્તિમાં ફેલાઈ શકે છે એટલા માટે વારંવાર કહેવામાં આવી રહ્યુ છે કે તમે બહારથી આવ્યા બાદ કે બહારની વસ્તુઓને અડ્યા બાદ હાથ જરૂર ધુઓ. મોબાઈલ ફોનમાં કાચ, પ્લાસ્ટિક અને એલ્યુનિયિમ હોય છે એટલે આનાથી પણ સંક્રમણનો ખતરો છે એટલા માટે તમે ફોનને પણસેનિટાઈઝ કરો. ઘરઅને પોતાની આસપાસની વસ્તુઓને સ્વચ્છ રાખો. હાથ ન મિલાવો અને ગળે પણ ન મળો.

આ પણ વાંચોઃ કોરોના વાયરસઃ હોસ્પિટલને કનિકા કપૂરના ભાગવાનો ડર, ઉઠાવ્યુ આ પગલુઆ પણ વાંચોઃ કોરોના વાયરસઃ હોસ્પિટલને કનિકા કપૂરના ભાગવાનો ડર, ઉઠાવ્યુ આ પગલુ

English summary
janta curfew vs coronavirus why pm modi urged for clap whistle ring at 5 pm today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X