પઠાણકોટ હુમલામાં શહીદ ફતેહ સિંહ જીત્યો હતો CWG ગેમ્સ ગોલ્ડ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પઠાણકોટ હુમલામાં શહીદ થયેલા ફતેહ સિંહ જીત્યો હતો CWG ગેમ્સ ગોલ્ડ

પઠાણકોટ હુમલામાં શહીદ થયેલા ફતેહ સિંહ જીત્યો હતો CWG ગેમ્સ ગોલ્ડ

પઠાણકોટ હુમલામાં શહીદ થયેલા જવાન ફતેહ સિંહની શહીદી પર સમગ્ર ભારતને ગર્વ છે. ગત શનિવારે આતંકી હુમલામાં તે શહીદ થયા હતા. તેમને રાષ્ટ્રમંડલની ફાયરિંગની સ્પર્ધામાં ગોલ્ડ અને રજન મેડેલ મળ્યો હતો અને તેમને અનેક સેવા મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

રવિવારે પણ પઠાણકોટ ગૂંજતું રહ્યું ફાયરિંગ અને બોમ્બના અવાજોથી

રવિવારે પણ પઠાણકોટ ગૂંજતું રહ્યું ફાયરિંગ અને બોમ્બના અવાજોથી

રવિવારે પણ પઠાણકોટ એરબેઝ પર ફાયરિંગ અને બોમ્બના અવાજો સભળાતા રહ્યા. અહીં જ્યારે બપોરે એક બોમ્બને નિષ્ક્રીય કરવામાં આવી રહ્યો હતો ત્યારે તે ફાટી ગયો. જેમાં સેનાના એક વરિષ્ઠ અધિકારી શહિદ થઇ ગયા. પ્રાપ્ત માહિતી મુજબ સેનાએ છઠ્ઠા આતંકીને પણ મારી નાખ્યો છે. નોંધનીય છે કે આ હુમલામાં અત્યાર સુધી 11 જવાન શહિદ થઇ ગયા છે અને 16 ગંભીર રીતે ધાયલ છે.

આનંદીબેને પાટીદારો સામે કેટલાક કેસ પાછા ખેંચવા બતાવી તૈયારી

આનંદીબેને પાટીદારો સામે કેટલાક કેસ પાછા ખેંચવા બતાવી તૈયારી

એક બાજુ જ્યાં પાટીદારો હાર્દિક પટેલને છોડવવા માટે માથાકૂટ કરી રહ્યા છે ત્યાં જ પાટીદાર આગેવાનો સાથે 31 ડિસેમ્બરે યોજાયેલી બેઠક બાદ કેટલાક હકારાત્મક પરિણામો જોવા મળ્યા હતા. રાજ્ય સરકારે અનામત આંદોલન બાદ રાજ્યભરમાં નોંધાયેલા 73 કેસ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. જો કે આ તમામ કેસ નાના છે અને તેમાં હાર્દિક પટેલ કે તેના અન્ય 14 સાથીદારો પર લગાયેલા ગંભીર કેસની સાંકળવામાં નથી આવ્યા.

અમદાવાદમાં સામ સામે થયા લાલજી પટેલ અને સુહાગ પટેલ, નોંધાવી ફરિયાદ

અમદાવાદમાં સામ સામે થયા લાલજી પટેલ અને સુહાગ પટેલ, નોંધાવી ફરિયાદ

રવિવારે મહેસાણા અને અમદાવાદ પોલિસ મથકમાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ અને ભાજપના યુવા નેતા સુહાલ પટેલે એકબીજા સામે અપશબ્દો બોલવા માટે અને મારી નાંખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી. લાલજી પટેલ જ્યાં ફોન પર સુહાલ પટેલ વિરુદ્ધ ફોન દ્વારા મારવાની ધમકીનો આરોપ લગાવ્યો છે. ત્યાં જ સુહાગ પટેલ પણ લાલજીએ ફોન પર તેમને દલાલ જેવા અપશબ્દો બોલવાની અને જાનથી મારી નાખવાની વાત ઉચ્ચારી છે. જે પર હાલ પોલિસ તપાસ કરી રહી છે.

શું બહુચરાજીમાં કૃષિ મેળો રાખવો તંત્રને ભારે પડશે!

શું બહુચરાજીમાં કૃષિ મેળો રાખવો તંત્રને ભારે પડશે!

બહુચરાજીમાં રવિ કૃષિ મહોત્સવ યોજવાનો છે અને મંગળવારે પાટીદાર સમાજ હાર્દિક પટેલને જેલમુક્ત કરવા માટે પ્રતીક ઉપવાસ પણ કરવાની છે. નોંધનીય છે કે પાટીદારોએ પહેલા જ આ કૃષિ મેળાનો બહિષ્કાર કરવાનું કહ્યું છે. ત્યારે બન્ને કાર્યક્રમ એક જ દિવસે બહુચરાજીમાં થવાના હોઇને તંત્ર હાલ ચિંતામાં છે કે કંઇ કાંકરી ચાળો તો નહીં થાય ને!

બેંગ્લોર પહોંચ્યો શહિદ નિરંજનનો પાર્થિવ દેહ

બેંગ્લોર પહોંચ્યો શહિદ નિરંજનનો પાર્થિવ દેહ

પઠાણકોટ આતંકી હુમલામાં શહીદ થયેલા લેફ્ટિનટ કર્નલ નિરંજનના પાર્થિવ દેહનો આજે કેરલમાં બપોરે ત્રણ વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નોંધનીય છે કે કર્નલ નિરંજનને બે વર્ષનું બાળક પણ છે. ત્યારે મુખ્યમંત્રી ઓમન ચાંડી પણ શહીદ કર્નલના અંતિમ સંસ્કારમાં હાજર રહેશે. નિરંજનની બહેને મીડિયાને કહ્યું કે અર્જૂન હતો મારો ભાઇ અને તેણે ભારતમાંની સેવા માટે શહીદી વહોરી છે જે માટે મને ગર્વ છે. ત્યારે ભારતમાંના આવા સાચા સપૂતોને વનઇન્ડિયા પરિવાર ભાવભીની શ્રદ્ધાજંલિ અર્પે છે.

હાર્દિક પટેલ માટે પાટીદારોના સમર્થનમાં ક્રોંગ્રેસે નીકાવળી રેલી

હાર્દિક પટેલ માટે પાટીદારોના સમર્થનમાં ક્રોંગ્રેસે નીકાવળી રેલી

મંગળવારે કોંગ્રેસે આક્રોશ રેલી નીકાળી. અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પણ કોંગ્રેસે પાટીદાર આંદોલનનું સમર્થન કર્યું. નોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટે એક તરફ જ્યાં જેલમાં બંધ પાટીદારો નેતા ચિરાગ, દિનેશ અને કેતન પટેલની જમાનત અરજી ફગાવી છે ત્યાં જ ક્રોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી આજે પાટીદારો અને હાર્દિકના સર્મથનમાં રેલી નીકાળતા કહ્યું કે પાટીદાર નેતાઓની વિરુદ્ધ ખોટા આરોપ મૂકી તેમને ફસાવવામાં આવ્યા છે જેના વિરોધ કોંગ્રેસ પાટીદારો સાથે મળીને કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X