નર્મદા પાર્કમાં આનંદીબેન પ્રારંભ કર્યો વોટર સ્પોર્ટસનો

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

નર્મદા પાર્કમાં આનંદીબેન પ્રારંભ કર્યો વોટર સ્પોર્ટસનો

નર્મદા પાર્કમાં આનંદીબેન પ્રારંભ કર્યો વોટર સ્પોર્ટસનો

આજે ભરૂચના નર્મદા વોટર પાર્ક વોટર સ્પોર્ટસને મુખ્યમંત્રી આનંદીબેન દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. ત્યારે સ્વણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના સભ્યોએ પાણીમાં અવનવા કરતબો કરીને લોકોને અને મુખ્યમંત્રીના મન મોહી લીધા હતા.

ગણતંત્ર દિવસ ભારતનો તૈયારમાં મશગુલ ફ્રાંસની સેના

ગણતંત્ર દિવસ ભારતનો તૈયારમાં મશગુલ ફ્રાંસની સેના

આ વખતે 26મી જાન્યુઆરીના રોજ ભારતના 67 ગણતંત્ર દિવસે ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસુઆ હોલાંદ ચીફ ગેલ્ટ તરીકે હાજર રહેશે. સાથે જ ફ્રાંસની સેનાનું બેન્ડ અને એક ફોજી ટુકડી પણ આ પરેડમાં જોડાવાના છે જે માટે આજકાલ દિલ્હીમાં દિવસ રાત મહેનત કરી રહ્યા છે.

પહેલી વાર ડોગ સ્કોર્ડ લેશે પરેડમાં ભાગ

પહેલી વાર ડોગ સ્કોર્ડ લેશે પરેડમાં ભાગ

તો આ વર્ષે પહેલી વાર ડોગ સ્કોર્ડ પણ 26મી જાન્યુઆરીની ગણતંત્ર દિવસની પરેડમાં હાજર રહેશે. નોંધનીય છે કે આ તે જ શ્વાન છે જેમને અનેક બોમ્બ વિસ્ફોટ, ડ્રગ્સથી લોકોને બચાવ્યા છે અને આતંકવાદીઓને પકડવામાં સેનાની મદદ કરી છે.

રાહુલ-આસિન આજે બનશે પતિ પત્ની કરશે બે રીતે લગ્ન

રાહુલ-આસિન આજે બનશે પતિ પત્ની કરશે બે રીતે લગ્ન

જાણીતી બોલીવૂડ અભિનેત્રી આસિન આજે માઇક્રોમેક્સના કો ફાઉન્ડર રાહુલ શર્મા જોડે લગ્ન કરશે. તેમના લગ્ન દિલ્હીના જાણીતી હોટેલ દુસિત દેવરાનમાં થશે. તે ખ્રિસ્તી અને હિંદુ ધર્મ એમ બે અલગ અલગ રીતે લગ્ન કરશે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બોમ્બની અફવા મચાવ્યો હડકંપ

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બોમ્બની અફવા મચાવ્યો હડકંપ

રાજકોટમાં સોમવારે દોશી હોસ્પિટલ બોમ્બની અફવા બાદ આજે મોટી સિવિલ હોસ્પિટલમાં બોમ્બની અફવા મળતા ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કોવોડ ધટના સ્થળે પહોંચી ગયું હતું. પણ કંઇ વાંધાજનક ન મળતા લોકો રાહતનો શ્વાસ લીધો હતો. નોંધનીય છે કે પાછલા કેટલાક દિવસથી અજાણ્યા નંબર રોજ આવા નનામી ફોન આવી રહ્યા છે.

સોમનાથ મંદિરને મળેલું દાનનું સોનાનું હવે જશે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં

સોમનાથ મંદિરને મળેલું દાનનું સોનાનું હવે જશે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં

ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરના ટ્રસ્ટીએ નરેન્દ્ર મોદીને મળીને સોમનાથ મંદિરમાં આવેલા સોનાના દાનને વડાપ્રધાનની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં મૂકવાનો નિર્ણય જાહેર કર્યો છે. જે મુજબ એક કમિટી બનાવીને કેટલું સોનું સ્કીમમાં મૂકવું તે નક્કી કરવામાં આવશે અને તે બાદ આ યોજનાનો લાભ ઉઠાવવામાં આવશે.

કોણ બનશે ગુજરાત પ્રદેશ પ્રમુખ? નિર્ણય કાલે

કોણ બનશે ગુજરાત પ્રદેશ પ્રમુખ? નિર્ણય કાલે

બુધવારે ગુજરાત પ્રદેશ પ્રમુખના નામે પર છેલ્લી મહોર લાગી જશે. જે મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ દ્વારા નક્કી કરવામાં આવશે. નોંધનીય છે કે આ લીસ્ટમાં શંકર ચૌધરી અને મનસુખ માંડવિયા સૌથી આગળ છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે

રાહુલ ગાંધીએ કહ્યું કે "જે વિરોધ કરે છે તેને દંડ આપય છે"

દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા બાદ કોંગ્રેસ ઉપ પ્રમુખ રાહુલ ગાંધીએ હૈદરાબાદ પહોંચી વિદ્યાર્થીઓને અને પરિવારજનોને મળ્યો હતો. સાથે જ તે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની મુલાકાત પણ લેશે. તેમણે આ સમયે બંડારુ દત્તાકત્રેયના રાજીનામાની વાત કરતા કહ્યું કે હું અહીં રાજકારણ કરવા નથી આવ્યો. પણ કેન્દ્ર સરકાર દ્વારા એક વિચાર થોપવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને જે તેનો વિરોધ કરે છે તેને દંડ મળે છે.

કોકરાઝારમાં મોદી કહ્યું વિકાસ જ દરેક મુશ્કેલીઓનો અંત છે.

કોકરાઝારમાં મોદી કહ્યું વિકાસ જ દરેક મુશ્કેલીઓનો અંત છે.

અસમના કોકરાઝારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો ચૂનાવી શંખ ફૂકી દીધો છે. તેમણે કોંગ્રેસ પર નિશાનો સાંધતા કહ્યું કે 15 વર્ષથી કોંગ્રેસ સરકારે અહી કશું જ નથી કર્યું. તેમણે કહ્યું કે ઇસ્ટ પોલિસી હેઠળ તેમની સરકાર અહી વિકાસને પ્રાથમિકતા આપશે. તેમણે કહ્યું કે વિકાસ જ તમામ મુશ્કેલીઓનો ઇલાજ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X