
છત્તીસગઢના સુકમામાં નક્સલી મુઠભેડ, 20 જવાન શહીદ
રાયપુર, 11 માર્ચ: છત્તીસગઢ સુકમા જિલ્લામાં નક્સલીઓએ પોલીસ દળ પર ઘાત લગાવીને હુમલો કરી દિધો છે. આ મુઠભેડમાં છ જવાનો શહીદ થયા છે જેની પુષ્ટિ રાજ્યના ગૃહ મંત્રી રામસેવક પૈકરાએ કરી છે.
જો કે સ્થાનિક લોકોએ આ હુમલામાં 15 થી 20 લોકો શહીદ થવા હોવાનો દાવો કર્યો છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે મુઠભેડમાં ઘણા જવાનોને ગોળીઓ વાગી છે.
કાબરાએ જણાવ્યું હતું કે જિલ્લાના તોંગાપાલ અને ઝીરમ ગામ નજીક રોડનું કામ ચાલી રહ્યું હતું છે. રસ્તાની સુરક્ષા માટે સુરક્ષા દળ જવાનોને ત્યાં ગોઠવવામાં આવ્યા હતા. જવાનો જ્યારે રસ્તાની સુરક્ષા કરી રહ્યાં હત ત્યારે નક્સલીઓ દ્વારા પોલીસ દળ પર હુમલો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવે છે કે નક્સલીઓની સંખ્યા 40 થી 50ની આસપાસ હતી જેમને ઘાત લગાવીને હુમલો કર્યો.
આધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર સીઆરપીએફના લગભગ ત્રણ સો જવાન ઘટનાસ્થળ માટે રવાના થઇ ગયા છે. રાયપુરથી એક હેલિકોપ્ટર ઘાયલ જવાનોને લાવવા માટે રવાના થઇ ગયું છે. ઇજાગ્રસ્તોને તોંગપાલ લાવવામાં આવ્યા છે, કેટલાક ઇજાગ્રસ્ત જવાનોને જગદલપુર પણ સારવાર માટે લાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તોંગપલ ઝીરમ ઘાટી વિસ્તારમાં આવે છે, જ્યાં ગત વર્ષે કોંગ્રેસના કાફલા પર મોટો નક્સલી હુમલો થયો હતો.