'પ્લીઝ મને માફ કરો...' મહિલાના વાળમાં થૂંકવાનુ જાવેદ હબીબને મોંઘુ પડ્યુ, હવે કહી રહ્યા છે સૉરી
જાવેદ હબીબે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તે માફી માંગતા જોવા મળી રહ્યા છે.
મુંબઈઃ સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ એક મહિલાના માથા પર થૂકીને તેના વાળ કાપતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ ચારે તરફ ટીકાનો સામનો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ નેટિઝન્સની ટીકા અને રાષ્ટ્રીય મહિલા પંચની ફટકાર બાદ જાવેદ હબીબે એક વીડિયો જાહેર કરીને માફી માંગી છે. જાવેદ હબીબે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તે માફી માંગતા જોવા મળી રહ્યા છે. જેમાં તેણે કહ્યુ કે વર્કશૉપ દરમિયાન એવી ઘણી વસ્તુઓ લોકોના ફન માટે કરવામાં આવે છે પરંતુ જો કોઈને દુઃખ લાગ્યુ હોય તો તેને ઈમાનદારીથી ખેદ છે માફ કરી દો.

પહેલા મહિલાના વાળમાં જાવેદ થૂક્યુ અને હવે બોલ્યા - 'પ્લીઝ મને માફ કરી દો
પોતાના માફીનામાવાળા વીડિયોમાં જાવેદ હબીબ કહે છ, મારા સેમીનાર દરમિયાન મારા દ્વારા બોલાયેલા અમુક શબ્દો અને કરેલા કામોએ અમુક લોકોને ઠેસ પહોંચાડી છે. હું માત્ર એક વાત કહેવા માંગુ છુ... એ પ્રોફેશનલ વર્કશૉપ છે, અમારા વ્યવસાયના લોકો આમાં ભાગ લે છે. જ્યારે આ સત્ર બહુ લાંબુ થઈ જાય ત્યારે અમારે તેને હાસ્યપ્રદ બનાવવાનુ હોય છે. હું શું કહી શકુ? જો તમને ખરેખર ઠેસ લાગી હોય તો, હું દિલથી માફી માંગુ છુ. પ્લીઝ મને માફ કરી દો. મને માફ કરી દો.'

મહિલના વાળમાં થૂકવુ જાવેદને પડ્યુ મોંઘુ, કેસ નોંધાયો
હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ સામે મુઝફ્ફરનગરમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે. જાવેદે એક સેમિનારમાં મહિલાના વાળમાં થુક્યુ હતુ. જેનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલા બ્યુટિશિયનની ફરિયાદ પર મંસૂરપુર પોલિસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ પર આ કેસ મહામારી અધિનિયમ સંબંધી કલમોમાં કરવામાં આવ્યો છે.

'જો પાણી ઓછુ હોય તો થૂક લગાવો...'
જાવેદ હબીબનો આ વર્કશૉપ ઉત્તર પ્રદેશનના મુઝફ્ફરનગરમાં હતો. ઘટના મુઝફ્ફરનગરના હબીબની કાર્યશાળામાં થયો હતો. સામે આવેલા કથિત વીડિયોમાં હેર સ્ટાઈલિસ્ટ એક મહિલાના માથા પર તેના વાળને તૈયાર કરતી વખતે થૂકતા જોઈ શકાય છે અને એમ કહેતા સાંભળી શકાય છે કે, 'જો પાણીની કમી હોય તો થૂકનો ઉપયોગ કરો.' વીડિયોના બેકગ્રાઉન્ડમાં દર્શકો હસતા અને તાળીઓ વગાડતા સાંભળી શકાય છે.

મહિલા ખુદ હતી બ્યુટિશિયન
મહિલાની ઓળખ ખુદ એક હેરડ્રેસિંગ પાર્લરની માલિક પૂજા ગુપ્તા તરીકે થઈ છે. ઘટના પર પ્રતિક્રિયા આપીને બ્યુટિશિયન પૂજા ગુપ્તાએ કહ્યુ, 'જાવેદ હબીબ આખા સેમિનારમાં ઘમંડી જેવુ વર્તન કરી રહ્યા હતા. તેમણે મને અપમાનિત કરવા માટે મંચ પર બોલાવી હતી.'

'રસ્તા પર બેઠેલા કોઈ હજામ પાસે હેર કટ કરાવી લઈશુ પરંતુ જાવેદ હબીબ પાસે નહિ જઉ'
ગુરુવાર(6 જાન્યુઆરી)એ જાહેર કરેલા વીડિયોમાં બ્યૂટિશિયન પૂજા ગુપ્તાએ કહ્યુ, 'મે જાવેદ હબીબની એક કાર્યશાળામાં ભાગ લીધો. તેમણે મને મંચ પર વાળ કપાવવા માટે આમંત્રિત કરી. તેમણે કહ્યુ કે જો પાણી ન હોય તો તમે થૂકનો ઉપયોગ કરી શકો છો. હવે હું રસ્તા પર બેઠેલા હજામ પાસે વાળ કપાવવા જઈશ પરંતુ હબીબ બાસે નહિ જઉ.'
UP : जावेद हबीब भी "थूक कांड" में शामिल हो गए। बता रहे हैं कि पानी नहीं है तो थूक से भी बाल बनाये जा सकते हैं। वीडियो मुजफ्फरनगर की बताई गई। pic.twitter.com/glsJlDdjYq
— Sachin Gupta (@sachingupta787) January 5, 2022
जावेद हबीब ने जिस महिला के बालों में थूका, वो पूजा गुप्ता बड़ौत (बागपत) की हैं।
— Sachin Gupta (@sachingupta787) January 6, 2022
"उन्होंने मिसबिहेव किया, मैंने वो हेयर कट नहीं कराया, मैं गली के नाई से बाल कटा लूंगी लेकिन जावेद हबीब से नहीं" pic.twitter.com/AfrwrEDOOh
@NCWIndia has taken cognizance of the incident. Chairperson @sharmarekha has written to @dgpup to immediately investigate the veracity of this viral video and take appropriate action. The action taken must be apprised to the Commission at the earliest.https://t.co/3wPS2Lavyt
— NCW (@NCWIndia) January 6, 2022












Click it and Unblock the Notifications
