મૃત્યુના આગલા દિવસે સંપૂર્ણપણે સ્વસ્થ હતા જયલલિતાઃ એમ્સ

Written By:
Subscribe to Oneindia News

તમિલનાડુ ના મુખ્યમંત્રી જયલલિતા પોતાના મૃત્યુના એક દિવસ પહેલાં સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા, તેમને માનસિક કે શારીરિક રીતે કોઇ તકલીફ નહોતી. હૃદયરોગના હુમલાને કારણે તેમની હાલત ગંભીર થઇ હતી, જેને કારણે અનેક પ્રયત્નો છતાં પણ જયલલિતાને બચાવવામાં નિષ્ફળ નહોતાં થયા.

jayalalithaa

એમ્સ મેડિકલ રિપોર્ટમાં આ જાણકારી જાહેર કરવામાં આવી છે, જે સોમવારે પહેલીવાર લોકો સામે રજૂ કરવામાં આવી. ચેન્નાઇના અપોલો હોસ્પિટલ ની રિપોર્ટમાં પણ આ જ વાત કહેવામાં આવી છે.

એમ્સની રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, જયલલિતાના સ્નાયુઓ ખુબ નબળા પડી ગયા હતા, જેને કારણે તેમણે ફિઝિયોથેરાપી કરાવવાની સલાહ પણ આપવામાં આવી છે. તેમને પૉલિન્યૂરોપેથીની ફરિયાદ હતી, જેની સારવારમાં લાંબો સમય લાગે એમ હતો. આ દરમિયાન જ હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

અહીં વાંચો - 3 કલાક ચાલી જેઠમલાણી અને જેટલીની દલીલ, જેટલી થયા ભાવુક

તો બીજી બાજુ અપોલો હોસ્પિટલની રિપોર્ટમાં ડૉક્ટર જી.સી.ખિલનાની અને અન્ય ત્રણ ડૉક્ટરોએ કહ્યું કે, પોતાના મૃત્યુના એક દિવસ પહેલાં અમ્મા સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા, તેઓ પોતાની ખુરશી પર 20 મિનિટ સુધી બેસી શકતા હતા, પરંતુ ઊભા નહોતા થઇ શકતા. કારણ કે તેમના સ્નાયુઓ નબળા હતા. તેઓ વાતો કરી શકતા હતા, સૌને ઓળખી શકતા હતા. તેમને કોઇ તકલીફ નહોતી. અચાનક આવેલા હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

English summary
Jayalalitha suffered a massive cardiac arrest on the evening of December 4, 2016, and never recovered, said a medical report released by Delhi's All India Institute of Medical Sciences.
Please Wait while comments are loading...