‘ડ્રીમ ગર્લ’ હેમા માલિનીની મથુરામાં જીત નથી આસાન

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 માર્ચઃ બૉલિવુડ સુંદરી અને ડ્રીમ ગર્લથી જાણીતી અભિનેત્રી હેમા માલિની હાલ મથુરા નિવાસીઓને ખુશ કરવામાં લાગ્યા છે. પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહેલા હેમા માલિનીને ભાજપે મથુરાથી ઉમેદવાર બનાવ્યા છે. જ્યાં તેમનો સીધો મુકાબલો રાષ્ટ્રીય લોકદળના મહાસચિવ અને પાર્ટીના પ્રમુખ અજિત સિંહના પુત્ર જયંત ચૌધરી સામે છે.

hema-malini
જો કે હેમાએ અત્યારથી જ કહી દીધુ છે કે જો તેઓ મથુરાથી વિજયી થશે તો તે યમુના નદીની સફાઇ કરાવશે. મથુરામાં અનેક કામ કરવાના છે અને સફાઇ એક અન્ય મામલો છે, જેને તેઓ કરવા માગે છે. હેમાએ કહ્યું કે, હું મથુરાથી અંદાજે 20 વર્ષો સાથે જોડાયેલી છું. જ્યારે પણ દિલ્હી આવું છું ત્યારે હું મથુરા અને વારાણસી જાઉ છું. હું ભગવાન શ્રી કૃષ્ણની ભક્ત છું અને જ્યારે ભાજપે મને મથુરાથી ચૂંટણી લડવા માટે કહ્યું તો હું ઘણી જ ખુશ થઇ.

પરંતુ હેમા માલિની જેવું વિચારી રહ્યાં છે તેવો આસાન માર્ગ મથુરાનો નથી, કારણ કે જયંત ચૌધરી આ વિસ્તારનું એક જાણીતું નામ છે, જેના પર સ્થાનિક લોકો અને ખેડૂતોને વિશ્વાસ છે. તેમાં કોઇ શંકા નથી કે હેમા માલિની એક જાણીતી અભિનેત્રી છે અને તેમાં પણ તેઓ એક મહિલા છે જેના કારણે યુવાઓ અને મહિલાઓનો ઝૂકાવ તેમના તરફ હોય તે સ્વાભાવિક છે, પરંતુ માત્ર તેનાથી હેમાની જીત પાકી થઇ જશે તે કહેવું થોડુંક મુશ્કેલ છે.

જો કે, હેમાને મથુરાથી ટીકીટ આપીને ભાજપે ધાર્મિક કાર્ડ પણ રમ્યું છે, પરંતુ રાલોદની આ વિસ્તારમાં પકડ સારી છે, તેમની પાસે જેટલી પણ બેઠક છે, તે બહુમતના આધારે છે તેવામાં માત્ર નામચીન ચહેરાને જોરે ભાજપ મથુરાથી જીતી જશે તેવું કેહવુ ઉતાવળભર્યું હશે.

તેથી રાષ્ટ્રીય લોકદળનો દાવો છે કે મથુરામાં હેમા માલિનીને ત્યાંની જનતા સ્વીકાર નહીં કરે. કોના દાવામાં કટેલો દમ છે તેની ખબર 16 મેમાં ખબર પડશે જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામ આવશે.

English summary
Rld MP Jayant chaudhary vs Hema malini in Mathura. its not easy Said Politicle Expert. I have been associated with Mathura for almost 20 years. Whenever I come to Delhi, I always go to Mathura and Varanasi said Hema Malini.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X