ગુજરાત કરતા વધારે વિકાસ તમિલનાડુમાં થયો છે: જયલલિતા

Google Oneindia Gujarati News

ચેન્નઇ, 17 એપ્રિલ: તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાએ બીજીવાર ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા જણાવ્યું છે કે ગુજરાત કરતા વધારે વિકાસ તમિળનાડુમાં થયો છે. તેમણે પણ જણાવ્યું છે કે વાસ્તવિકતામાં માત્ર તમિલનાડુ રાજ્યમાં જ વિકાસ કાર્ય થયું છે.

અન્નાદ્રમુક પાર્ટીની સુપ્રીમો જયલલિતાએ ચેન્નઇમાં પોતાની રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે તમિલનાડુ રાજ્યમાં જો કોઇ પાર્ટીએ જનતાના હિતમાં કોઇ વિકાસ કર્યું છે તો તે અન્નાદ્રમુક પાર્ટી છે. તેમણે એ પણ જણાવ્યું કે દ્રમુક પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ જેવી સાંપ્રદાયિક પાર્ટી ક્યારેય પણ કોઇ રાજ્ય અને દેશનો વિકાસ ના કરી શકે. જયલલિતાએ એ પણ જણાવ્યું કે તમિલનાડુમાં ગરીબો માટે સસ્તુ ભોજન, સસ્તી દવાઓ અને જરૂરીયાતની તમામ સામગ્રી ઉપલબ્ધ કરાવી છે. આ રાજ્યની જે પણ કલ્યાણકારી યોજનાઓ છે તે કોઇ અન્ય રાજ્યમાં નથી. એવામાં તમિલનાડુના વિકાસની તુલના કોઇ અન્ય રાજ્યથી કરવું વ્યર્થ છે.

jaylalita
જયલલિતાએ જણાવ્યું કે કેન્દ્ર તમિલોની સાંભળતું નથી:
સામાન્ય જન સભાને સંબોધિત કરતા જયલલિતાએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષોથી અમારી એક પણ સમસ્યાનું નિદાન કર્યું નથી. તેમણે જણાવ્યું કે સમુદ્રી તટો પરથી અવારનવાર માછીમારોને પકડવામાં આવે છે પરંતુ શ્રીલંકાઇ નૌકાદળ વિરુદ્ધ કેન્દ્ર સરકારે એક પણ સાર્થક પગલું ભર્યું નથી. જયલલિતાએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ પણ બોલતા જણાવ્યું કે આ વખતે સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો જડમૂડથી કરી દેવામાં આવશે.

મોદીનું શું માનવું છે:
નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યૂમાં જયલલિતા અને તેમના સંબંધો અંગે સવાલ પર જણાવ્યું હતું કે અમે આમ સારા મિત્રો છીએ પરંતુ પાર્ટીના વિચારો અલગ અલગ હોવાના કારણે અમે રાજકીય રીતે એકબીજા પર પ્રહારો કરવા પડે, જેમાં કોઇ ખોટું નથી.

English summary
A day after Narendra Modi suggested that he shares a good relationship with Tamil Nadu Chief Minister Jayalalithaa, she did not return the compliment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X