બિહારના મંત્રીનું નિવેદન, 'શહીદ થવા માટે જ હોય છે સૈનિક'
જમ્મુ-કાશ્મીરના પુંછમાં પાકિસ્તાની સેનાના હુમલામાં બિહારના ચાર સૈનિક શહીદ થયા છે. બુધવારે રાત્રે જ્યારે શહીદ જવાનોના મૃતદેહ વિશેષ વિમાનમાં પટણા લાવવામાં આવ્યા, ત્યારે નીતિશ સરકારના કોઇપણ મંત્રી એરપોર્ટ પર આવ્યા નહીં. એક ટીવી ચેનલના પત્રકારે રાજ્ય સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રી પાસે જ્યારે આ અંગેની જાણવાની કોશિશ કરી ત્યારે તેઓ ભડકી ઉઠ્યા.
ભીમ સિંહનું કહેવું હતું કે 'જવાન તો શહીદ થવા માટે જ હોય છે ને... સેના અને પોલીસમાં નોકરી શા માટે હોય છે?.. તમે ઓછા શહીદ થવાના છો. શહાદત માટે જ તેઓ જાય છે. ભાવના સાથે કોઇ સેના અને પોલીસમાં જાય છે. '
પત્રકારે જ્યારે પૂછ્યું કે આ ભાવનાને ઇજ્જત અને સમ્માન પણ મળવું જોઇએ ને? જેના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે બિલ્કૂલ મળી રહી છે. આખો દેશ એક સાથે છે. આખી સંસદ એક સાથે છે. રાજ્ય સરકાર સાથે છે.
પત્રકારે ફરીથી એક સવાલ કર્યો કે તો પણ કોઇ એરપોર્ટ ના આવ્યું, તો ભીમસિંહનો પારો ચઢી ગયો અને તેઓ પત્રકાર પર ભડકી ગયો. તેમણે ઉલટાનું પત્રકારોને સવાલ કરી નાખ્યો. તેમણે જણાવ્યું કે 'આપ પણ માત્ર ડ્યુટી કરી રહ્યા હતા, આપના બાબુજી ગયા હતાં ત્યાં? આપના પિતા પણ નાગરિક છે ને તો ગયા હતા ત્યાં, આપની માતા ગયા હતા ત્યાં?' પોતાનો આક્રોશ મીડિયા પર ઠાલવીને ભીમસિંહ ત્યાંથી જતાં રહ્યા.
જોકે ભીમ સિંહના આ વિવાદાસ્પ નિવેદનને પગલે આરજેડી અને બીજેપીએ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. જોકે મુખ્યમંત્રી દ્વારા ફટકાર લગાવવામાં આવતા ભીમસિંહે પોતાના આ નિવેદન પર માફી માગી લીધી હતી.
<center><iframe width="600" height="450" src="//www.youtube.com/embed/poMEMiOIcxE" frameborder="0" allowfullscreen></iframe></center>