JDU મજબૂરીની પાર્ટી નથી, પોતાના દમ પર લડીશું ચૂંટણી: શરદ યાદવ

કોંગ્રેસની આશાઓ પર પાણી ફેરતા શરદ યાદવે જણાવ્યું છે કે આવનાર લોકસભા ચૂંટણીમાં જેડીયૂ કોંગ્રેસની સાથે ગઠબંધન નહીં કરે. એકલા જ પોતાના દમ પર તેમની પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતરશે. શરદ યાદવના આ નિવેદનની સાથે જ કોંગ્રેસની બધી જ આશાઓ પર અને ગઠબંધનની ચર્ચાઓ પર ફૂલસ્ટોપ લાગી ગયું છે.
પોતાના સંસદીય વિસ્તારમાં લોકોને સંબોધિત કરતા શરદ યાદવે ભાજપ સાથેનો સંબંધ તૂટ્યા બાદ કોંગ્રેસની સાથે ગઠબંઠનની ચર્ચાને સંપૂર્ણ રીતે નકારી દઇ સ્પષ્ટ કરી દીધું હતું કે આવનાર લોકસભા ચૂંટણીમાં જેડીયૂના કોંગ્રેસની સાથે જોડાણના કોણ પણ સંજોગ જ નથી. સાથે તેમણે જણાવ્યું કે તેઓ ચૂંટણી તેમના દમ પર જ લડશે.
કેન્દ્રની યુપીએ સરકારમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારને જેડીયૂએ પણ પોતાનો ચૂંટણી મુદ્દો બનાવવાની જાહેરાત કરી દીધી છે. આવામાં ગઠબંધનનો તો સવાલ પેદા નથી થતો. તેમણએ જણાવ્યું કે ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારીના મુદ્દા અમે ઉઠાવ્યા છે જેને અમે છોડવાના નથી.












Click it and Unblock the Notifications
