For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JEE Main 2020: કોરોના અને કડક સુરક્ષા વચ્ચે આજથી જેઈઈ મેઈન પરીક્ષા, જાણો જરૂરી વાતો

કોરોના વાયરસ મહામારી અને વિવાદ વચ્ચે આજે દેશભરમાં એન્જિનિયરીંગ એડમિશન માટે જેઈઈ મેઈન પરીક્ષા આયોજિત થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારી અને વિવાદ વચ્ચે આજે દેશભરમાં એન્જિનિયરીંગ એડમિશન માટે જેઈઈ મેઈન પરીક્ષા આયોજિત થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ પરીક્ષા આજેથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે ચાલશે. આ પરીક્ષા માટે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ખાસ વ્યવસ્થા કરી છે. આ વખતે ઘણા નિયમ બદલવામાં આવ્યા છે. જેનુ કડકપણે પાલન કરવુ જરૂરી છે. એક્ઝામ હૉલથી લઈને પરીક્ષાની ટાઈમિંગ સુધી તમામ ફેરફારોમાંથી ઉમેદવારોને આ ગાઈડલાઈન જાણવી ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે આ પરીક્ષા માટે રાજનેતાઓ અને અમુક છાત્રો તરફથી ઘણો વિરોધ કરવામાં આવ્યો. વળી, ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી તરફથી પણ આ પરીક્ષા રોકવા માટે સરકારને આજીજી કરવામાં આવી. હાલમાં આજે પરીક્ષા થઈ રહી છે અને છાત્રો માટે પ્રશાસન તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

exam

આવો જાણીએ આ 10 ખાસ વાતો

  • નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આ પરીક્ષા માટે ગાઈડ લાઈન જારી કરી છે જેનુ કડકપણે પાલન કરવુ જરૂરી છે. આ વર્ષે ઉમેદવારોને પરીક્ષા વર્ગમાં પ્રવેશ માટે ટાઈમ સ્લૉટ આપવામાં આવ્યા છે, છાત્રોએ પરીક્ષા સેન્ટર પર પોતાના ટાઈમ સ્લૉટથી રિપોર્ટીંગ ટાઈમ પર પહોંચવુ જરૂરી છે.
  • પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર થ્રી-પ્લાઈ માસ્ક આપવામાં આવશે. ઘરેથી પહેરીને આવેલા માસ્કને હટાવીને તમારે એ માસ્ક પહેરવાનુ રહેશે, કેન્દ્ર પર દર સમયે તમારે એકબીજાથી લગભગ 6 ફૂટનુ અંતર જાળવીને રાખવાનુ રહેશે. તમારે આ જ માસ્ક પહેરીને પરીક્ષા આપવી અનિવાર્ય છે.
  • પરીક્ષા કેન્દ્રના ગેટ પર પ્રત્યેક ઉમેદવારે 'self-declaration certificate' બતાવવુ પડશે જેમાં લખેલુ હોવુ જોઈએ કે તેમનામાં કોરોના વાયરસના કોઈ પણ લક્ષણ નથી.
  • એડમિટ કાર્ડ, માન્ય આઈડી પ્રૂફ અને યોગ્ય તપાસ વિના કોઈ પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.
  • આ વખતે કોરોનાના કારણે મેટલ ડિટેક્ટર મશીનથી કરવામાં આવશે. કોઈને હાથેથી સ્પર્શીને તપાસ નહિ થાય.
  • એનટીએની વેબસાઈટથી ડાઉનલોડ કરવામાં આવેલ એડમિટ કાર્ડ અને સેલ્ફ ડિક્લેરેશન ફૉર્મને હાથેથી ભરવાનુ છે.
  • પરીક્ષા હૉલમાં સાધારણ તેમજ પારદર્શી બૉડીવાળી બૉલ પોઈન્ટ પેન, વધારાનો પાસપોર્ટ સાઈઝ ફોટો, હેન્ડ સેનિટાઈઝર, પાણીની બોટલ જ લઈને જવાનુ છે.
  • ઉમેદવાર સવારે 11 વાગ્યાથી પોતા પોતાની બેંચોમાં રિપોર્ટ કરશે. રજિસ્ટ્રેશન રૂમની બહાર ઉમેદવારોનુ તાપમાન થર્મલ ગન દ્વારા લેવામાં આવશે.
  • જે ઉમેદવારનુ શરીરનુ તાપમાન માનક સીમાથી વધુ હશે તેેને આઈસોલેશન રૂમમાં પરીક્ષા આપવાની રહેશે.
  • બીટેક અને બીઈમાં એડમિશન માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી જેઈઈ પરીક્ષા 6.5 સેન્ટર્સ પર આયોજિત કરી રહી છે.
  • વળી, બીઆર્ક અને બીપ્લાનિંગ માટે 489 સેન્ટર્સ પર પરીક્ષા થશે.

આજે દિલ્લીમાં 2.30 વાગે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અંતિમ સંસ્કારઆજે દિલ્લીમાં 2.30 વાગે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અંતિમ સંસ્કાર

English summary
JEE Main Exam Start From Today, Candidates Should Take Special Care, Read these main points.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X