For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JEE Main Result 2019: જેઈઈ મેઈન્સના પરિણામ જાહેર, 24 છાત્રોને 100 ગુણ

જેઈઈ મેઈન્સ પરીક્ષાના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. NTAની ઓફિશિયલ વેબસાઈટ jeemain.nic.in પર પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

જેઈઈ મેઈન્સ પરીક્ષાના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. NTAની ઓફિશિયલ વેબસાઈટ jeemain.nic.in પર પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. સાઈટ પર JEE Main પરીક્ષાના પેપર-1નું પરિણામ જોઈ શકાય છે. વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન નંબર અને જન્મતારીખની મદદથી લૉગ ઈન કરવાનું રહેશે ત્યારબાદ તે સાઈટ પર પોતાનું પરિણામ જોઈ શકે છે. પરિણામ જાહેર કરવાના સમયે સાઈટ બરાબર ન ચાલવાના કારણે તેમાં થોડો વિલંબ થયો અને સાઈટ સતત ડાઉન થઈ રહી હતી. જેના કારણે વિદ્યાર્થીઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

jee mains result

24 વિદ્યાર્થીઓએ એન્જિનિયરીંગ કૉલેજોમાં પ્રવેશ માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઈઈ) મેઈન્સમાં પૂરેપૂરા 100 ગુણ મેળવ્યા છે. જેઈઈ મેઈન્સ 2019ના પેપર-1માં ટૉપ કરનારા વિદ્યાર્થીઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે. દિલ્લીના શુભન શ્રીવાસ્તવે ટૉપ કર્યુ છે. વળી, બિહારના અવિનભ ભારદ્વાજ, ચંદીગઢના દિશાંક જિંદલ, હરિયાણાના દ્રવ્ય મારવાહા, ઉત્તર પ્રદેશના હિમાંશુ ગૌરવ સિંહ, ઉત્તરાખંડના પ્રતીક તીબ્રેવાલે ટૉપ કર્યુ છે.

જેઈઈ મેઈન્સ પરીક્ષામાં દેશભરના વિભિન્ન કેન્દ્રો પર 7, 8, 9, 10 અને 12 એપ્રિલના રોજ આયોજિત કરવામાં આવી હતી. પરીક્ષામાં લગભગ 10.25 લાખ વિદ્યાર્થીઓ શામેલ થયા હતા. જેઈઈ પેપર વન (BE/B.Tech) માટે, જેઈઈ પેપર 2 B.Arch/ B. Planning) માટે હોય છે. જેઈઈ પરીક્ષા પ્રતિષ્ઠિત એન્જીનિયરીંગ સંસ્થાઓ જેવી કે NITs, IIITs, CFTIsમાં એન્જિનિયરીંગ અને આર્કિટેક્ચર કોર્સિસમાં પ્રવેશ માટે આયોજિત કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ ખતરનાક થતું જઈ રહ્યું છે 'FANI', પીએમ મોદીએ કર્યું ટ્વીટઆ પણ વાંચોઃ ખતરનાક થતું જઈ રહ્યું છે 'FANI', પીએમ મોદીએ કર્યું ટ્વીટ

English summary
JEE Main Result 2019 Released 24 Candidates Get 100 NTA Score
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X