હવે ગાય નક્કી કરશે પોતાનો માલિક કોણ!

Posted By:
Subscribe to Oneindia News

ઝાબુઆ, 6 ડિસેમ્બર: સામાન્ય રીતે વિવાદો પર સુલેહ તથા ચૂકાદા પંચાયતો તથા કોર્ટમાં થાય છે, પરંતુ મધ્ય પ્રદેશના ઝાંબુઆ જિલ્લામાં એક ગાયને પોતાના માલિકનો નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો. આ સમજૂતી પોલીસની હાજરીમાં ગાય પર પોતાનો દાવો કરનાર બે લોકો વચ્ચે થયો હતો.

પોલીસ મથકના પ્રભુદેવા તથા ચેતન સગોતિયા વચ્ચે એક ગાયના સાચા માલિકને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. આ કેસ રવિવારે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. પ્રભુદેવાનું કહેવું છે કે તેમની ગાય જંગલમાં ચરવા ગઇ હ તી અને ચેતન સગોતિયા પોતાના ઢોરની સાથે તેમની ગાયને પણ ઘરે લઇ ગયા હતા. તો બીજી તરફ ચેતન સગોતિયાનું કહેવું છે કે તે પોતે ગાયના માલિક છે. આ વિવાદ ગત કેટલાય દિવસોથી ચાલી રહ્યો હતો, અંતે આ મુદ્દો રવિવારે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

બંને પક્ષ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ગાય પર પોત-પોતાનો દાવો રજૂ કર્યો. બંને વચ્ચે પોલીસે સમજૂતી કરાવી દિધી, જેના પર તે સહમત થઇ ગયા. આ સમજૂતીમાં નક્કીક કરવામાં આવ્યું કે 15 દિવસ સુધી પ્રભુદેવા પોતાના ઘરે ગાય રાખીને દેખરેખ કરશે ગાયને 16મા દિવસે જંગલમાં મુકી દેવામાં આવશે. ત્યારબાદ ગાય જેના ઘરે જશે તે તેનો માલિક હશે.

cow-feedingh

બંને પક્ષો વચ્ચે સમજૂતી કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મદદનીશ ઉપનિરીક્ષક કે.એલ. પ્રજાપતિનું કહેવું છે. આ કિસ્સો તેમના માટે અનોખો છે. બંને પક્ષ આ વાત માટે રાજી થઇ ગયા કે જેના ઘરે ગાય જશે તે તેનો માલિક હશે. સારી વાત એ રહી કે કોઇપણ જાતના વિવાદ વિના સમજૂતી થઇ ગઇ.

પશુ વિશેષજ્ઞોનું માનવું છે કે પશું દિવસે ગમે ત્યાં રહે પણ સાંજ પડતાં જ તે પોતાના ઠેકાણે જતા રહે છે. ગાય 16મા દિવસે ત્યાં જ જશે જ્યાં તેનું સાચું ઠેકાણું હશે અર્થાત તેની રહેવાની આદત રહેશે.

પોલીસની હાજરીમાં બંને પક્ષો વચ્ચે ગાયના માલિકીપણાના હકને લઇને સમજૂતીને લઇને એક વાત સ્પષ્ટ થઇ કરી દિધું છે કે લોકો હજુ સુધી પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા અને કોર્ટના ચક્કર કાપવાનું ટાળે છે.

English summary
According to the new verdict of police in Jhabua district the cows will now decide their owners.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.