For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડઃ એન્કાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓએ 5 નક્સલવાદીઓને ઠાર માર્યા

ઝારખંડઃ એન્કાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓએ 5 નક્સલવાદીઓ ઠાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઝારખંડમાં સુરક્ષાકર્મીઓ અને નક્સલીઓ વચ્ચે આજે સવારે અથડામણ થઈ જેમાં જવાનોએ 5 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. નક્સલીઓ સાથેની આ અથડામણ ઝારખંડના સિંઘભૂમ જિલ્લામાં થઈ. બંને તરફથી થયેલ ગોળીબારમાં સુરક્ષાકર્મીઓએ 5 નક્સલવાદીઓને ઘટના સ્થળે જ ઠાર માર્યા. નક્સલવાદીઓ પાસેથી 2 એકે-46, એકે 303 રાઈફલ અને 2 પિસ્તોલ મળી આવી છે. એન્કાઉન્ટર બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આી રહ્યું છે. હજુ સુધી મૃત્યુ પામનાર નક્સલવાદીઓની ઓળખ નથી થઈ શકી.

naxals

જાણકારી મુજબ આ એન્કાઉન્ટર ખૂંટી-ચાઈબાસા પાસે થયું છે, જેને સીઆરપીએફના જવાનોએ અંજામ આપ્યું. સીઆરપીએફની કોબરા બટાલિય અને જિલ્લા પોલીસ દળના સંયુક્ત ઑપરેશનમાં સુરક્ષાકર્મિઓએ ત્રણેય નક્સલવાદીઓને ઠાર માર્યા. જણાવી દઈએ કે પાછલા દિવસોમાં ઝારખંડના દુમકા જિલ્લામાં એસએસબી અને પોલીસના જવાનોએ મળીને નક્સલ કમાંડર સહદેવ રાયને ઠાર માર્યા હતા. નક્સલ કમાંડર પર 10 લાખ રૂપિયાનું ઈનમ હતું અને લાંબા સમયથી તેની શોધખોળ ચાલી રહી હતી. ઝારખંડના 19 જિલ્લામાં નક્સલવાદ અને ઉગ્રવાદનો ઓછાયો છે, જ્યારે 13 જિલ્લા અતિ ઉગ્રવાદથી પ્રભાવિત છે.

આ પણ વાંચો- ભાજપા એમએલએ સુરેન્દ્ર સિંહએ 1 કરોડમાં બનેલો રસ્તો તોડાવી નાખ્યો

English summary
Jharkhand: 5 naxals killed during an encounter in Sighbhum.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X