Jharkhand assembly election 2024: ઝારખંડમાં અમિત શાહની ગર્જના, કહ્યું, ઘુષણખોરોથી બચાવવું હોય તો...
Jharkhand assembly election 2024: ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરવા માટે તમામ પાર્ટીના દિગ્ગજ નેતાઓ પહોંચી રહ્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા કાઢવામાં આવી રહી છે. જેમાં અમિત શાહ ઝારખંડમાં અલગ અલગ સ્થળો પર રેલી યોજી જનતાને સંબોધી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહ અમિત શાહે 20 સપ્ટેમ્બરના રોજ ઝારખંડના સાહિબગંજમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન યાત્રામાં સંબોધન કર્યું હતું.
તેમના સંબોધન દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, ઝારખંડની 2024ની ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન યાત્રા સાહિબગંજથી શરૂ થઈ રહી છે. આ પરિવર્તન યાત્રા આગામી દિવસોમાં દરેક ગામમાં જઈને દરેક ઘરે પહોંચશે.

અમિત શાહે ભ્રષ્ટાચાર માટે હેમંત સોરેન સરકારની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. આ સાથે ઝારખંડના લોકોને એવી સરકારને મત આપવા વિનંતી કરી હતી, જે ખેડૂતોને સમર્થન આપે અને રોજગારીની તકો વધારે. અમિત શાહે બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈને વોટ બેંકની રાજનીતિને લઈને પણ હેમંત સોરેનની સરકાર પર નિશાન સાધ્યું હતું.
અમિત શાહે જણાવ્યું હતું કે, તુષ્ટિકરણમાં ડૂબેલી હેમંત સરકારે આદિવાસી સમાજ સાથે અન્યાય કર્યો છે. આપણા ઝારખંડ રાજ્યમાં આદિવાસીઓની જગ્યાએ ઘૂસણખોરોની સંખ્યા વધી રહી છે. આપણે આ ઘુષણખોરોને રોકવા પડશે. આ કામ માત્ર ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે.
આ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ઘૂસણખોરો લાલુ યાદવ, જેએમએમ અને રાહુલ બાબાની કોંગ્રેસ પાર્ટીની વોટ બેંક છે.
વોટ બેંકના ડરથી આ લોકો ઘૂસણખોરી બંધ કરતા નથી. તમે ઝારખંડની સરકાર બદલો, હું તમને વચન આપું છું કે, અમારી સરકાર ઝારખંડમાંથી એક એક ઘૂસણખોરને હાંકી કાઢીશું.
આ ઉપરાંત અમિત શાહે જણાવ્યું હતું કે, ભાજપના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી હતી, પરંતુ હેમંત સોરેનની સરકાર જન કલ્યાણને બદલે ઘૂસણખોર કલ્યાણનું વલણ અપનાવી રહી છે.
આજે પાકુર જિલ્લામાં હિન્દુઓ અને આદિવાસીઓ ઝારખંડ છોડી દો જેવા નારા લગાવવામાં આવે છે. આદિવાસીઓની આ ભૂમિને માત્ર નરેન્દ્ર મોદી અને ભાજપ જ બચાવી શકે છે.
तुष्टीकरण में डूबी हेमंत सरकार ने जनजातीय समाज के साथ अन्याय किया है। भोगनाडीह (साहिबगंज) के हमारे जनजातीय बहन-भाई बदलाव के लिए तैयार हैं… https://t.co/5G9bUYIVp7
— Amit Shah (@AmitShah) September 20, 2024












Click it and Unblock the Notifications
